જ્યારે લગ્ન પછી ખબર પડી કે જમાઈ તો છોકરી છે..!

બુદ્ધ બિહારમાં રહેતી BScની વિદ્યાર્થીની કાર્તિક ઉર્ફે સોનિયાની BAની વિદ્યાર્થીની પ્રીતિ સાથે એક વર્ષ પહેલાં કોમ્પ્યૂટર ક્લાસમાં મિત્રતા થઈ હતી. આ મિત્રતા પછી સમલૈંગિક સંબંધોમાં ફેરવાયા હતા. બંને યુવતીઓ એકબીજા સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ તેમને પરિવારનો ડર હતો.
 
- એક છોકરી સોનિયાએ પોતાની જાતને છોકરા તરીકે પ્રેઝન્ટ કરી ભીમ નગરીમાં આયોજિત પરિચય સંમેલનમાં પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું.
- છોકરો બનેલી સોનિયાએ પ્રીતિના પરિવારજનોને તેના નકલી પરિવારજનોને મળાવ્યા હતા. પ્રીતિના પરિવારજનોને ખબર પણ ન પડી કે સોનિયા છોકરો નહીં પણ છોકરી છે. 
- પ્રીતિના પરિવારજનોએ ભીમ નગરીમાં થયેલા સામુહિક લગ્નમાં તેમની દીકરી પ્રીતિને રિત રિવાજ સાથે લગ્ન કરાવીને વિદાય કરી હતી.
 
- જ્યારે સમુહ લગ્નની તસવીરો શેર કરવામાં આવી ત્યારે સત્ય સામે આવ્યું હતું. પરિવારજનોએ ઘણું સમજાવ્યા પછી પણ બંને અલગ થવા માટે તૈયાર નહતા. ત્યારે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશનમાં સોનિયાએ પોતાની જાતને સગીર ગણાવીને કહ્યું કે, તેઓ બંને એક સાથે રહી શકે તે માટે તેમણે આ પ્લાન બનાવ્યો હતો. 
- પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લગ્ન પછી પ્રીતિ અને કાર્તિકને ઘરે લાવવામાં આવ્યા હતા અને ત્યારપછી તેમની વિદાય વખતે કાર્તિક છોકરી હોવાનો ભેદ ઉકેલાયો હતો.
 
આ દરમિયાન પ્રીતિએ તેના પ્રેમને બચાવવા માટે છત પરથી કૂદીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ બંને યુવતીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં બંનેના પરિવારજનોને પણ બોલાવ્યા હતા. પોલીસ બંને યુવતીઓને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તે બંનેએ જીવ આપી દેવાની ધમકી આપી છે. તે બંનેનું કહેવું છે કે અમને બંનેને કોઈ અલગ કરશે તો અમે જીવ આપી દઈશું. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.