ખેતરોમાં ભરાયેલ વરસાદી પાણી ૧૦ ડીઝલ એન્જિન વડે માઈનોર કેનાલમાં ઠાલવાયા

સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિધા જમીનમાં ભરાયેલા વરસાદી પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે.આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી ખેતરના પાણી લોટેશ્વર માઈનોર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. ચાલુ સાલે સમી તાલુકામાં ૧૨૦ ટકા વરસાદ ખાબક્યો અને સતત દિવાળી સુધી છુટ્ટો છવાયો વરસતો રહ્યો છે.પાછોતરો વરસાદ વધુ ખાબકતાં ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા છે. આ વિસ્તારની કાળેતર જમીન હોવાના કારણે ઝડપી પાણી સુકાતા નથી. જેના કારણે ખરીફ પાક બિલકુલ ખેડુતો લઇ શક્યા નથી. રવિસીઝન આવી ગઇ છે.
ખેડૂતો વાવેતર કરી શક્યા નથી. પાલિપુર, કાઠી, રવદ સહિતના ગામોના ખેડૂતોની ૧ હજાર વીઘા જેટલી જમીનમાં ૧ માસથી વરસાદી પાણી ઓછર્યા નથી. આ પાણીનો નિકાલ કરવા અન્ય કોઈ વિકલ્પ ના હોઈ બાજુમાંથી પસાર થતી લોટેશ્વર માઇનોર કેનાલ ખાલી પડેલી કેનાલમાં એક નહિ પણ દસ ડીઝલ એન્જીન દ્વારા છેલ્લા પાંચ દિવસથી રાતદિવસ પાણી કેનાલમાં વહેતુ કરવા મજબૂર બન્યા છે. અત્યાર સુધી છઠ્ઠા દિવસે ૪૦ હજારનું ડીઝલ બાળી ચૂક્યા છે. હજુ પણ અઢી લાખથી વધુનું ડીઝલ નો ખર્ચ કરી ને વહેલી તકે ખેતરો ખાલી કરશે તો જ આગામી સીઝન લઈ શકશે.
આ પ્રક્રિયાને ૧૫ દિવસ ડીઝલ એન્જીન ચાલુ રાખશે અને ખેતરો ખાલી થશે અને એક મહિના સુધી ખેતરો ખેડવા લાયક બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેતરોમાં ચણા, ઘઉં અને જીરાનું વાવેતર થઈ શકે છે. બાકી આ સીઝન પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી જોવા મળી રહીં છે. રવદના ખેડૂત કનુભાઈ શીવાભાઈના જણાવ્યા મુજબ સતત વરસેલા વરસાદથી ખરીફ પાક બિલકુલ નિષ્ફળ ગયો છે. આ વિસ્તારની કાળેતર જમીન કડક હોઇ પાણી ન સુકાતા પાણીનો નિકાલ ના કરાય તો રવિ સીઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતી હોઇ બધાજ આજુબાજુના ખેડુતો પાણી નિકાલ કરવા કામે લાગ્યા છે. ખેડૂત રમેશભાઈ પટેલના જણાવ્યું કે હાલમાં પાણી ખાલી કરશું તો પણ જમીનમાં વરાપ એટલે ખેડ કરે તેવી સ્થિતી ૧ માસ પછી થઈ શકે છે.માટે રવિ સીઝનમાં પણ સીઝન મોડી થશે માટે ઉત્પાદન પણ ઓછું મળશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.