દેશમાં મોદીનો જાદુ બરકરાર: ૨૦૧૯ ચુંટણીમાં એનડીએને 276,યુપીએને 112 સીટ મળે તેવું અનુમાન

 
                               અત્યારે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવો અને રાફેલ ડીલ જેવા મુદ્દાના જોરે વિપક્ષે મોદી સરકારની પ્રતિષ્ઠા પર પ્રહાર કરવાની કસર નથી છોડી. તો, બીજી બાજુ વિપક્ષના મહાગઠબંધન બનાવવાની કવાયતને પણ આંચકા લાગ્યા છે. એટલે કે વિપક્ષ હજુ પણ મહાગઠબંધનની રાહ જોઇ રહ્યો છે. જ્યારે મોદી સરકાર રાફેલ વિવાદમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. ગુજરાતમાં ભાજપને 24 જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળવાનું અનુમાન છે. 2014માં ભાજપને તમામ 26 બેઠક મળી હતી. આગામી વર્ષ 2019માં કેન્દ્ર અને અનેક રાજ્યોનું રાજકીય ભવિષ્ય નક્કી થવાનું છે.શાસક અને વિપક્ષ બંનેએ રણનીતિ ઘડવા માંડી છે. લોકસભાની ચૂંટણી યોજાવામાં હવે 6 મહિનાનો સમય રહ્યો છે ત્યારે એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળી મતદારોનો મૂડ પારખવાનો પ્રયત્ન કર્યો છે. સરવે મુજબ જો અત્યારે લોકસભા ચૂંટણી યોજાય તો હાલના ગઠબંધનના હિસાબે એનડીએને 276, યુપીએને 112 અને અન્યોને 155 બેઠકો મળી શકે છે. એટલે કે ફરી એક વખત એનડીએ સરકાર પૂર્ણ બહુમતિથી બની શકે, પરંતુ 2014ની તુલનાએ તેની બેઠકો ઘટતી દેખાય છે. મહત્વની વાત એ છે કે એનડીએમાં ભાજપને 248 અને સાથી પક્ષોને 28 બેઠકો મળી શકે. જ્યારે યુપીએમાં કોંગ્રેસને 80 અને સાથી પક્ષોને 32 બેઠકો મળી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.