સાબરકાંઠા જીલ્લામાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ, હિંમતનગરમાં બે ઇંચ

સાબરકાંઠા જીલ્લામાં 25 દિવસ બાદ વરસાદનું આગમન થયું છે.વરસાદને લઈને ખેડૂત આલમ અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો વરસાદને લઈને સુકાઈ રહેલ ખેતીમાં વરસાદથી જીવતદાન મળવાનું જણાઈ રહ્યું છે.જીલ્લામાં આજે સવારથી બપોર સુધીમાં હિંમતનગરમાં બે ઇંચ,પ્રાંતિજમાં એક ઇંચ અને તલોદમાં એક ઇંચ,વડાલીમાં દોઢ ઇંચ વરસાદ નોધાયો હતો.
 
હિંમતનગરમાં આજે એક કલાકમાં બે ઇંચ વરસાદ નોધાયો હતો.આ ધોધમાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ પર પણ પાણી વહેવા લાગ્યા હતા. શહેરના ન્યાય મંદિરથી સબજેલ માર્ગ સ્ટેટ હાઈવે પં૫ પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. મહાવીરનગરમાં નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા હતા.
 
 
એક કલાક ધોધમાર વરસાદ વીજળીના કડાકા અને પવન સાથે વરસતા હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન ચાર રસ્તા સુધીના નેશનલ હાઈવે નં 8 પર પાણી ફરી વળ્યા હતા. જેથી વાહન ચાલકો પરેશાન થયા હતા. હિંમતનગરના ગાંભોઈ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા હતા. હિમ્મતનગરના ગાંભોઈથી ભિલોડા જતા માર્ગ પર રેલવે અન્ડર બ્રીજમાં પાણી ભરાયા હતા. તેમજ આજુબાજુમાં આવેલ ખેતરોમાં પણ પાણી ભરાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.