દુષ્ક્રર્મના ઈરાદે પરણિતાનું અપહરણ, બાઇક પરથી ફેંકી દેતા મોત

જૂનાગઢમાં મહિલાના અપહરણનો પ્રયાસ કરી મહિલાને બાઈક પરથી ફેંકી દેતા મોત થયું છે. જેમાં લિફ્ટ આપવાના બહાને મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતુ.ગામના યુવાનોએ બાઈક 
 
પાછળ હંકારતા મહિલાને ફેંકી દિધી હતી. તેમજ મહિલાને ફેંકીને અપહરણકારો ફરાર થઇ ગયા છે. ત્યારે CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
 
જૂનાગઢના બંધળા ગામની પરિણીત મહિલાને લિફ્ટ આપવાના બહાને અપહરણ કરાયું હતુ. જેમાં ગામની મહિલાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરનાર 
 
બાઇક ચાલકે મહિલાને લિફ્ટ આપી હતી. ગામના અમુક યુવકોએ બાઇકનો પીછો કરતા બાઈક ચાલકે ચાલુ બાઈકમાં જ મહિલાને નીચે ફેંકી દીધી હતી.
 
નીચે પટકાતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં 108ની મદદથી મહિલાને વંથલી ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં હાજર ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. 
 
જે બાદમાં મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
 
મહિલાને બાઇક પર ઉઠાવી જવાની ઘટના બંધળા ગામ ખાતે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ બનાવ બાદ ગામના લોકોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની 
 
તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.