સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી ખાતે મીડીયા સેન્ટર કાર્યરત કરાયું

સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ આગામી એપ્રિલમાં યોજાનાર છે ત્યારે સાબરકાંઠા ચુંટણીલક્ષી માહિતી તથા પળે પળની અન્ય ખબર મળી રહે અને સાબરકાંઠા જિલ્લાની અગાઉની ચૂંટણીનો આંકડાકીય વિગતોથી સજ્જ મીડીયા સેન્ટરને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે એ ખુલ્લુ       મુક્યુ હતું.
જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા કન્ટ્રોલીંગ એન્ડ મોનીટરીંગ તેમજ ઇલેકટ્રોનીક  મીડિયા મોનીટરીંગ સેન્ટરમાં  કાર્યરત કરાયું છે. જેમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયામાં પ્રસિધ્ધ થતાં સમાચાર સહિતનું મોનીટરીંગ કરવા મીડિયા સર્ટીફિકેશન અને નિયંત્રણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના સમાચારો અને જાહેર ખબર તથા પેઇડ ન્યૂઝનું મોનીટરીંગ કરશે. જયાં સતત કર્મચારીઓ દ્વારા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં આવતી ચૂંટણીલક્ષી ખબરો પર નજર રાખશે.  
 મિડીયા સેન્ટરના ઉદ્દધાટન સમયે અધિક કલેકટર વી.એલ.પટેલ, નાયબ ચુંટણી અધિકારી મુકેશ પરમાર, સંયુક્ત માહિતી નિયામક એમ.વી.રાણા, નાયબ માહિતી નિયામક એચ.સી.ઉપાધ્યાય સહિત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.