અરવલ્લી જિલ્લામાં નેશનલ ગર્લ ચાઇલ્ડડેની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઇ

 
 
 
 
                       તા . ૧૮મી જાન્યુઆરી થી તા . ૨૪મી જાન્યુઆરી - ૨૦૧૯ , સાપ્તાહિક નેશનલ ગર્લ ચાઇલ્ડ વીક ઉજવણી અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો અમરનાથ વર્માના માર્ગદર્શન હેઠળ તા . ૨૪મી જાન્યુઆરી - ૧૯ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા જીજ્ઞા ડી . જયસ્વાલની રાહબરી હેઠળ ભાગ્યલક્ષ્મી નર્સીગ કોલેજ , આશા તેમજ તાલુકા હસ્તકના તમામ આરોગ્ય કર્મચારીશ્રીઓ તેમજ મેડિકલ ઓફિસરશ્રીઓ , આર . બી . એસ . કે . સ્ટાફ , વિગેરેના સહયોગથી વિશાળ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન તાલુકા આરોગ્ય કચેરી , મોડાસા ખાતેથી માન . અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડકૌશલ પટેલ દ્વારા લીલી ઝંડી આપી કરાવવામાં આવેલ . સમાજમાં દીકરી અંગે પ્રસ્થાપિત ગેરમાન્યતાઓ દૂર કરવા , દીકરીને સમાજમાં મહત્વ વધે , દીકરી બચાવો - દીકરી પઢાવો , દીકરી રૂડી - દીકરી સાચી મૂડી , વિગેરે સુત્રોચ્ચાર , પ્લેકાર્ડ , તેમજ રીક્ષાઓ પર માઇકસેટ દ્વારા દીકરી અંગેના ગીતો વગાડવામાં આવેલ આમ જનસમુદાયમાં દીકરી જન્મ અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા . રેલી મોડાસાના ઘણા વિસ્તારમાં ફરી છેલ્લે સમાપન મોડાસા શહેરી આરોગ્ય કેન્દ્ર મોડાસા ખાતે પુરૂ કરવામાં આવેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.