દેશમાં જીઓના ગ્રાહકોની સંખ્યાનો આંકડો વધતાં પન્હોચ્યો ૧૧૬ કરોડ

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા જારી કરાયેલા અહેવાલ અનુસાર મોબાઇલ ગ્રાહકોની સંખ્યા મે મહિનામાં ૧૧૫.૩૫ કરોડ હતી, જે જૂનમાં વધીને ૧૬૦.૮૮ કરોડ પર પહોંચી ગઇ છે અને આ રીતે એક મહિનામાં ૧.૩૩ ટકાનો વધારો નોંધાયો છે.

આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ૯૭ લાખ ગ્રાહકો રિલાયન્સ જિઓના ઉમેરાયા છે. ત્યાર બાદ ૬૩ લાખ નવા ગ્રાહકો આઇડિયાના અને ૨.૭૫ લાખ નવા ગ્રાહકો સાથે વોડાફોન ત્રીજા ક્રમે રહી હતી.

આ દરમિયાન બીએસએનએલએ ૨.૪૪ લાખ ગ્રાહકો અને એરટેલે ૧૦,૬૮૯ નવા ગ્રાહકો પોતાની સેવા સાથે જોડ્યા છે. એરટેલમાં મર્જર થયા બાદ ટાટા ટેલિસર્વિસીસે આ સમયગાળા દરમિયાન પોતાના ૧૦ લાખથી વધુ ગ્રાહકો ગુમાવી દીધા છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન અને એમટીએલને છોડનારા ગ્રાહકોની સંખ્યા અનુક્રમે ૧.૦૮ લાખ અને ૯,૬૧૫ રહી હતી. ટ્રાઇના આંકડા અનુસાર લેન્ડલાઇનના કસ્ટમર્સની સંખ્યામાં ઘટાડાનો સિલસિલો જારી રહ્યો છે. જૂનમાં તેમની સંખ્યા ઘટીને ૨.૨૪ કરોડ થઇ ગઇ છે, જે મેમાં ૨.૨૫ કરોડ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.