થરાદ માર્કેટયાર્ડ પાસે ટ્રેલરમાં બાઇક ધુસ્યુ : ચાલકનો બચાવ

થરાદ : મંગળવારની સવારના સુમારે થરાદના માર્કેટયાર્ડ પાસેથી પુરઝડપે પસાર થઇ રહેલા એક ટ્રેલરના ચાલકે એક મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો હતો. આથી તેને પગે સામાન્ય ઇજાને બાદ કરતાં તેનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. જો કે ટ્રેલરના ચાલકને પણ ટાયરમાં કશુ આવ્યાનો એહસાસ થતાં અને બીજી બાજુ આ બનાવ જોઇ જતાં આજુબાજુના લોકોએ ટ્રેલરને ઉભુ રખાવી યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો.
આ બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઇ જવા પામ્યાં હતા. જ્યારે યુવક થરાદ તાલુકાના ડોડગામનો હોવાનું જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ જગ્યા પર થોડા સમય પહેલાં એક કાળમુખા ટક્કરે થરાદના ખાનપુરના બુઢણપુર રહેતા યુવકનો ભોગ લીધો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.