શાકભાજીના વેપારીને લૂંટના ઇરાદે ૪ મહિલાઓએ જાનલેવા હુમલો કરી ફરાર થતા ચકચાર

અરવલ્લી જીલ્લામાં ચોર,લૂંટારુ ગેંગ ના આતંક સામે ખાખી વર્દીનો પનો ટૂંકો પડતા મહિલા ગેંગ પણ સક્રિય થતા પ્રજાજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મેઘરજના શાકભાજીના વેપારી જાકીર જાબીરભાઈ મકરાણી હિંમતનગર કામકાજ અર્થે જઈ પરત ફરી મેઘરજ બસ સ્ટેન્ડ થી ઘરે જતા સમયે ૪ મહિલાઓએ પીછો કરી અંધારાનો લાભ લઈ વેપારીને લૂંટી લેવાના ઇરાદે વેપારીને છાતી અને માથાના ભાગે છરીના ઘા મારી લૂંટી લેવાનો પ્રયત્ન થતા વેપારીએ બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવતા મહિલાઓ નાસી છૂટી હતી ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે ખસેડાયો હતો સમગ્ર બનાવની જાણ મેઘરજ નગરમાં થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મહિલાના વેશમાં પુરુષ લૂંટારુઓ તો નહિ હોય સહીત તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું મેઘરજ પી.એસ.આઈ શર્મા નો સંપર્ક કરતા શનિવારની રાત્રિની ઘટના હોવાનું જણાવી રવિવાર બપોર સુધી કોઈ ફરિયાદ કરવા આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.
 
મેઘરજના ૩૦ વર્ષીય યુવા શાકભાજીના વેપારી જાકીર જાબીરભાઈ મકરાણી કામકાજ અર્થે હિંમતનગર ગયા હતા કામકાજ પતાવી શનિવારે બસ માં પરત મેઘરજ આવ્યા હતા બસમાંથી ઉતરી જ્યારે જાકીરભાઇ પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે મેઘરજના દારૂલ ઉલુલમ મદ્રસા પાસે ઉભી રહેલી ચાર મહિલાઓએ પીછો કરી થોડે આગળ પહોંચી અંધારોનો લાભ લઇ મહિલાઓએ વેપારીને લૂંટી લેવાના ઈરાદા સાથે થપ્પડ ઝીંકી દેતા વેપારીએ પ્રતિકાર કરતા મહિલાઓએ જાકીરભાઈ તાબે ન થતા હાથમાં રહેલા ચપ્પા વડે જાકીરભાઇની છાતી તેમજ માથાના ભાગે ચપ્પાના ઘા મારવાની સાથે પગ પર દંડા ફટકારતા હિચકારા હુમલાથી બચવા બુમાબુમ કરતા લોકો દોડી આવતા મહિલાઓ ફરાર થઈ જતા લોકોએ ગંભીર ઈજાગ્રસ્ત વેપારીને દવાખાને ખસેડાતા માથામાં છરીનો ઊંડો ઘા પડતા તબીબે ત્રણ ટાંકા લીધા હોવાનું અને મહિલાઓ મારી સાથે રહેલા રૂપિયાની લૂંટ ચલાવવા હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું લોકોને ઘટનાસ્થળે થી ધારદાર ચપ્પુ પણ મળી આવ્યું હતું મેઘરજ નગરમાં લૂંટના ઇરાદે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર મહિલા ગેંગે હુમલો કરવાની ઘટના બનતા સમગ્ર ઘટના કારણે વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.