સિધ્ધપુર ખાતે ૪૪૩ લાખના ખર્ચે નવીન બસ સ્ટેશન બનશે : ખાતમુહૂર્ત સંપન્ન

 
 
 
 
 
                                         પાટણ જિલ્લાના સિદ્ધપુરખાતે આર.સી.સી. ફ્રેમસ્ટ્રક્ચરવાળા અદ્યતન સુવિધાયુક્ત નવનિર્મિતબસ સ્ટેશનનો ખાતમુહુર્ત કાર્યક્રમ રાજયના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે  સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યના પરિવહન થકી મોટાભાગના ગામોને એસ.ટી.ની સુવિધા આપી ૯૯ ટકાગામડાઓને એસ.ટી.બસ સેવાથી સાંકળી લેવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા સિધ્ધપુર ખાતે રૂપિયા ૪૪૩ લાખના ખર્ચે આર.સી.સી.ની ફ્રેમ સ્ટ્રક્ચર વાળું અદ્યતન સુવિધાયુક્ત બસટેશન ઉપલબ્ધ બનશે. જેનાથી પ્રજાની સુવિધામાં વધારો થશે. ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળ દરમિયાન એસટી નિગમને અનેકવિધ સુવિધાઓ પૂરી પાડી છે. રાજ્ય સરકારે ગયા વર્ષે ૧,૫૦૦ નવીન બસો અને આ વર્ષે ૨,૩૦૦ નવીનબસો ફાળવી પ્રજાના વિકાસમાં સહભાગી બની છે. પાટણ શહેરમાં પણ નવીન બસ પોર્ટ કાર્યરત છે. વિશ્વમાં વિકાસની દ્રષ્ટિએ ભારત દેશે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વીસ વર્ષમાં દેશની કાયાપલટ થઇ છે. આયુષ્માન ભારત યોજના હેઠળ પાટણ જિલ્લાના ૧.૨૪ લાખ પરિવારોને સાંકળવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મા અમૃતમ યોજના હેઠળ રૂપિયા ત્રણ લાખની આવક મર્યાદા વધારી રૂપિયા પાંચ લાખ આવક મર્યાદા કરી છે. આ પ્રસંગે મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતમાં અનેક વિકાસના કામો કર્યા છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત શાસન દરમિયાન ગુજરાતની કાયાકલ્પ કરવાની શરૂઆત કરી હતી. ગામોના વિકાસ માટે એસટી મુખ્ય પરિબળ છે.રાજય સરકારે દરેક ગામને એસટી બસ સુવિધા પૂરી પાડી ગામોને વિકાસ સાથે જોડી ગુજરાત અને વિશ્વમાં વિકાસ ક્ષેત્રે નામ રોશન કર્યું છે. કર્મચારીઓ કર્મયોગી બને તો નિગમનો વિકાસ ઝડપી બનશે. નવીન એસટી બસ સ્ટેશનની સુવિધાથી પ્રજાની સગવડોમાં વધારો થશે તેમ વધુમાં જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, પ્રાંત અધીકારી જયેશ તુવેર, સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન દવે, નંદાજી ઠાકોર, શંભુભાઇ દેસાઇ, કેશાજી ચૌધરી, વિભાગીય પરીવહન વિભાગના જે.કે સોલંકી, જે.બી કરોતરા, કર્મચારી મંડળો, તાલુકા સદસ્યો એસટી કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.