માલીવાડ પંચાયતના સરપંચ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો

 
 
 
 
 
                               હિંમતનગર પાસેના માલીવાડ ગ્રામ પંચાયતના મહીલા સરપંચની વિરૂધ્ધ કેટલાક સદસ્યોએ ગત તા . ૨૪ જાન્યુઆરીના રોજ અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરાઈ હતી . ત્યારબાદ શુક્રવારે નિયમ મુજબ અવિશ્વાસની દરખાસત અંગે ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવાઈ હતી . જેમાં આઠ વિરૂધ્ધ ત્રણ મતે દરખાસ્તનો રકાશ થતા મહીલા સરપંચની ખુરશી બચી જવા પામી હતી . આ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ માલીવાડ ગ્રામ પંચાયતના મહીલા સરપંચ મધુબેન પ્રકાશભાઈ ભગોરાની કાર્યપદ્ધિતીથી કેટલાક સદસ્યોમાં નારાજગી પ્રસારી હતી . ત્યારબાદ પંચાયતના તમામ સદસ્યોએ ગત તા . ૨૪ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ તેમની સહીઓ સાથેની અવિશ્વાસની દરખાસ્ત તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરી હતી . ત્યારબાદ શક્રવાર તા . ૮ ફેબ્રુઆરીના રોજ માલીવાડ ગ્રામ પંચાયતમાં નાયબ ટીડીઓ બી એન . રાઠોડના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી . જેમાં સર્કલ જશુભાઈ જોશી તલાટી જીતેન્દ્રસિંહની હાજરીમાં સામાન્ય સભામાં ઉપસ્થિત સદસ્યોના મત લેવાનો નક્કી થતા હાજર સદસ્યો પૈકી ઉપસરપંચ સલીમભાઈ કાસમભાઈ કણીયા , મોશીનભાઈ યાસીનભાઈ બાવન તથા ઈકબાલભાઈ મેમણે અવિશ્વાસની દરખાસ્તની વિરૂધ્ધમાં મત આપ્યો હતો . જયારે બાકીના આઠ સભ્યોએ મહીલા સરપંચમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો . જોકે આ સભામાં દિપકભાઈ દવે નામના સભ્ય ગેરહારજ રહ્યા હતા . ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સરપંચ વિરૂધ્ધ બળાપો કાટનાર સભ્યો ગમે તે કારણસર સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાનું કરેલુ નાટક ગામમાં ચર્ચાનો વિષય બન્યું હતું .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.