સમેત શિખરની પવિત્રતા જાળવવા ઝારખંડ સરકાર પ્રતિબદ્ધ : જૈન સમાજમાં ખુશીની લાગણી

 
 
જૈન સમાજના આસ્થાના કેન્દ્રસમા તીર્થસ્થાન સમેત શિખર માટે ગુરૂભગવંતોના માર્ગદર્શનમાં જૈન શ્રેષ્ઠીઓ અને નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના સભ્યએ ઝારખંડ સરકારમાં રજુઆત કરતાં સમેતશિખરની પવિત્રતા જાળવવા માટે ઝારખંડ સરકારે પ્રતિબદ્ધતા વ્યકત કરતાં જૈન સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ છે. નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના સભ્ય અકિલા સુનીલ સિંઘીએ સમેતશિખર પર્વતને મુદ્દે પત્રકારોને ગઇકાલે કહયું હતું કે ''જેનોનું સૌથી મોટું પાવન તીર્થ છે. દેશમાં સમેતશિખરને લઇને એવો ભ્રામક પ્રચાર થઇ રહયો છે કે આ તીર્થસ્થાન પર ફાઇવસ્ટાર હોટેલ બનશે, ટૂરિઝમ ઊભું કરવામાં આવશે. આ મુદ્દે ગુરૂભગવંતોએ માર્ગદર્શન આપી આદેશ કરતાં જૈન સમાજના આગેવાનો સાથેનું અકે ડેલિગેશન બાવીસ ઓકટોબરે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબરદાસને રાંચીમાં મળ્યું હતું અને તેમની સમક્ષ આ તીર્થસ્થાન વિશે રજૂઆત કરી હતી. અમારી રજૂઆત સાંભળીને ઝારખંડના મુખ્ય પ્રધાને ખાતરી આપતાં કહ્યું હતું કે આ પવિત્ર સ્થળ છે અને રહેશે, પર્વત પવિત્ર છે, સરકાર દ્વારા એવું કોઇ ડેવલપમેન્ટ નહીં થાય જેથી સમાજમાં રોષ ફેલાય, ધાર્મિક વ્યવસ્થા સાથે કોઇ છેડછાડ નહીં થાય.' શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સમવેગ લાલભાઇએ કહ્યું હતું કે 'અમે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબર દાસને આ પર્વતાધિરાજની પવિત્રતા જાળવી રાખવા પગલાં લેવાં ઓગસ્ટ મહિનામાં પત્ર પાઠવ્યો હતો. ઝારખંડના મુખ્ય પ્રધાનને આ પર્વતાધિરાજની પવિત્રતા જાળવવા પ્રતિબદ્ધતા વ્યકત કરી છે, જેથી જૈનોમાં ઉલ્લાસની લાગણી ફેલાઇ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.