ગાયત્રી પરિવાર, મોડાસા દ્વારા સગર્ભા બહેનો માટે માર્ગદર્શન કાર્યક્રમ

 
 
 
                            ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોના સિંચન માટે સગર્ભાઅવસ્થા શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. બાળકો ને માતાના ગર્ભમાંથી જ શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય કારણ કે જન્મ લેનાર બાળકનો એંશી ટકા માનસિકતાનો વિકાસ માતાના ગર્ભમાં જ થતો હોય છે તેથી અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિ કુંજ,હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ અભિયાન " આવો ઘડીએ સંસ્કારવાન પેઢી " વિષય પર સગર્ભા બહેનોને બાળક માટે ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ સંસ્કાર માટે આ સમયગાળામાં શું કરવું જોઈએ તેવાં માર્ગદર્શન હેતુ વિશેષ શિબિરોનું આયોજન ચાલે છે. જેમાં ગર્ભમાં રહેલ બાળકને ત્રણ માસથી લઈ નવ માસ સુધીમાં સ્વાસ્થ્ય, સંગીત, સાધના, સ્વાધ્યાય,યોગ તથા માતાની દિનચર્યા ઉપર માર્ગદર્શન પુરું પાડી શ્રેષ્ઠ બાળકના આગમન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિષય પર શાંતિકુંજ,હરિદ્વાર ખાતે વિશેષ પ્રશિક્ષિત અમિતાબેન પ્રજાપતિ તથા રોહિણીબેન શર્મા દ્વારા મોડાસા ખાતે ઘાંચીવાડા વિસ્તારમાં આંગણવાડી ખાતે " આવો ઘડીએ સંસ્કારવાન પેઢી " વિષય પર કાર્યક્રમનું આયોજન કરી ઉપસ્થિત સગર્ભા બહેનોને વિજ્ઞાન સંમત માર્ગદર્શન પુરું પાડ્‌યું હતું. મુસ્લિમ સમાજની સગર્ભા બહેનો માર્ગદર્શન મેળવવા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાની અખબારી યાદી અનુસાર મોડાસા શહેરમાં તથા આસપાસના વિસ્તારના ગામોમાં આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્રો તથા ડાક્ટરોના સહયોગથી આ રીતે " આવો ઘડીએ સંસ્કારવાન પેઢી " અંતર્ગત વિવિધ તબક્કાઓમાં આવા સગર્ભા બહેનોને વિશેષ માર્ગદર્શન માટેની શિબિરોના આયોજનો કરવામાં આવશે.
 ભારતીય સંસ્કૃતિમાં બતાવેલ સોળ સંસ્કાર અંતર્ગત પ્રથમ સંસ્કાર પુંસવન સંસ્કાર પ્રત્યેક ગુરુવારે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા ખાતે નિઃશુલ્ક કરાવવામાં આવી રહેલ છે. સગર્ભા બહેનોને " આવો ઘડીએ સંસ્કારવાન પેઢી " વિષય પર માર્ગદર્શન મેળવવા તથા પુંસવન સંસ્કાર કરાવવા ઈચ્છાતા હોય તેઓ ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે સંપર્ક કરી શકે છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.