એક સાથે પ૦૦૦ થી પણ વધુ વૃક્ષો વાવીને વૃક્ષાઋતુની ઉજવણી

સિધ્ધપુર : પાટણ જીલ્લાના સિધ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુરૂવારને અષાઢી બીજના દિવસે વૃક્ષાઋતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેમ્પસ ખાતે અભ્યાસ કરતા ૩૭૦૦ વિદ્યાર્થીઓ, ર૦૦ ફેકલ્ટી અને ૧૦૦ જેટલા અન્ય સ્ટાફ એક સાથે એક જ સમયે સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે પ૦૦૦ થી વધુ વૃક્ષોનુ વાવેતર કેમ્પસ ખાતે કરવામાં આવ્યુ હતુ. ગુજરાત રાજય જી.આઈ.ડી.સી.ના ચેરમેન અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રેસીડેંટ બળવંતસિંહ રાજપુત અને ભીખીબા બળવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપÂસ્થતમાં વૃક્ષાઋતુ કાર્યક્રમ યોજાયો હતો. ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા ગ્લોબલ વોર્મિગની ઘાતક અસરોથી બચવા માટે થઈને પોતાના કેમ્પસમાં પ૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. જા કે માત્રા વૃક્ષારોપણનો કાર્યક્રમ જ ન થાય. પરંતુ સાથે સાથે વૃક્ષોનું જતન અને માવજત પણ થાય તે પ્રકારનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આવેલી વિવિધ ૧૦ કોલેજ, ૩ શાળા અને આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી, ફેકલ્ટી, અન્ય સ્ટાફ અને યુનિવર્સિટી અધિકારીઓ મળીને કુલ પ૦૦૦ વ્યÂક્તને જાડીને કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રત્યેક વ્યÂક્તને એક- એક વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાના ભાગે આવેલ વૃક્ષની યોગ્ય માવજત કરવાની  જવાબદારી પણ પ્રત્યેક વ્યÂક્તને સોંપવામાં આવી હતી. આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની ભયાનક અસરોનો સામનો કરી રહ્યુ છે ત્યારે ચાલુ વર્ષે સ્વયંભુ લોકોમાં વૃક્ષો વાવવા માટે ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા વર્ષા ઋુતુ કર્યક્રમ હેઠળ સૌ પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ એક નવો માર્ગ ચિંધ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રો.વોસ્ટ ડો. એચ.એન.ખેર, રજીસ્ટાર ડો. રામસિંહ રાજપુત, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, બધી જ કોલેજ અને શાળાના પ્રિન્સીપાલ ઉપÂસ્થત રહ્યા હતા. સમગ્ર કર્યક્રમનુ સફળતાપુર્વક આયોજન એન.એસ.એસ.ના ચેતનસિંહ રાઠોડ, દેવાંગ ઠાકર, ઉમંગ નાયક, સંતોષ મહેશ્વરી, Âસ્મત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.