થરાદમાં તાલુકા પંચાયતના નવા મકાનથી જન સુખાકારી વધશે : પરબતભાઇ પટેલ

 
 
                 થરાદ તાલુકાના હાર્દસમા તાલુકા પંચાયતના ૫૦ વર્ષ પુરાણા જર્જિરત મકાનના કારણે પોપડાં તુટવાથી તાજેતરમાં એક સદસ્ય અને તેમના પુત્રને ઇજા પણ થવા પામી હતી.આખરે કચેરી દ્રારા જુનુ જર્જરીત મકાન તોડી નવું આધુનિક બિલ્ડીંગ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.શનિવારે રાજ્યના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ દ્રારા મકાનનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ૨.૪૦ કરોડના ખર્ચથી અત્યાધુનિક મકાન બનાવવામાં આવશે.જેના કારણે તાલુકાની પ્રજા અને તાલુકાપંચાયતના અધિકારી પદાધિકારીઓની જાહેર સુખાકારીમાં વધારો થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.