મહેસાણામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા યોજાશે

  મહેસાણામાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા યોજાશે
 
 
             મહેસાણા
  સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ ૧૪ ઓગષ્ટ ૨૦૧૮ને મંગળવારે સાંજે ૦૫-૦૦ કલાકે જરા યાદ કરો કુરબાની કાર્યક્મ યોજાવાનો છે. કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગ રૂપે નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી
 નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મહેસાણા જિલ્લામાં ૧૪ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ સાંજે ૦૫-૦૦ કલાકે ત્રિરંગા યાત્રાનું આયોજન રાજમહેલ કલેકટર કચેરીથી,સિવિલ હોસ્પિટલ, ફુવારા,જુના ફુવારા, તોરણવાળી માતા,રંજનનો ઢાળ થઇને ટાઉનહોલ ખાતે પહોંચનાર છે.ટાઉનહોલ ખાતે સમાપન કાર્યક્રમનું પાર્કિગ મ્યુનિસિપલ મેદાન ખાતે રાખવામાં આવલે છે.જરા યાદ કરો કુરબાની અંતર્ગત ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપ ત્યારબાદ પોલીસ બેન્ડ, અને તેની પાછળ બાઇક સવારો અને પ્રબુધ્ધ નાગરિકો જોડાનાર છે.જીપમાં ક્રાંતિકારીઓ ગાંધીજી,સરદાર પટેલ, ભગતસિંહ, અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરનાર છે.ત્રિરંગા યાત્રા દરમિયાન લાઉડસ્પીકર સાથે દેશભક્તિના ગીતોનું ગાન ડીજે દ્વારા કરવામાં આવશે. યાત્રામાં નાગરિકો દેશભક્તિના સુત્રો સાથે જનજાગૃતિનું કામ કરશે. 
કાર્યક્રમનું સમાપન ટાઉનહોલ ખાતે રાખવામાં આવશે જેમાં નામાંકિત મહાનુંભાવો દ્વારા મશાલ પ્રવચન,પ્રાસંગિક પ્રવચન સહિત દેશભક્તિના કાર્યક્મો યોજાવાના છે.ત્રિરંગા યાત્રાની સફળતા માટે નિવાસી અધિક કલેકટરે વિવિધ અધિકારીઓને વિવિધ સુચનો કરી માર્ગદર્શીત કર્યા હતા.ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર એચ.કે. પટેલે નગરજનોને અનુંરોધ કર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.