ભારત એક ઇનિંગ્સ અને ૨૦૨ રને જીત્યું, દક્ષિણ આફ્રિકાનો પહેલી વાર ૩-૦થી વ્હાઇટવોશ કર્યો

ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને ૨૦૨ રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર ૩-૦થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં ૪૯૭/૯ ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ ૧૬૨ અને ૧૩૨ રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની દ.આફ્રિકા પર આ સૌથી મોટી જીત છે. ગઈ મેચમાં ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ્સ અને ૧૩૭ રને હરાવી હતી.
ડિન એલ્ગર ૧૬ રને રિટાયર્ડ હર્ટ થયો હતો. એલ્ગરને માથામાં બોલ વાગ્યો હોવાથી આઈસીસીના કન્કશન નિયમ પ્રમાણે બ્રૂઇન તેની જગ્યાએ બેટિંગ કરવા આવ્યો છે. ક્રિકેટમાં ત્રીજી વાર કન્કશન સબ્સ્ટિટયૂટનો ઉપયોગ થયો છે. અગાઉ માર્કસ લબુચાને સ્ટીવ સ્મિથનો અને વિન્ડીઝનો બ્લેકવુડ ડેરેન બ્રાવોનો સબસ્ટિટ્યૂટ રહ્યો હતો. કપ્તાન ફાફ ડુ પ્લેસીસ ૪ રને શમીની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. ફાફે રિવ્યુ લીધો હતો પરંતુ તે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. ટેમ્બા બાવુમા શૂન્ય રને શમીની બોલિંગમાં કીપર સાહા દ્વારા કેચ આઉટ થયો હતો. ઇનિંગ્સની શરૂઆતમાં ​​​કવિન્ટન ડી કોક ૫ રને ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી ઝુબેર હમઝા શૂન્ય રને શમીની બોલિંગમાં આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકા ભારત સામે રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને પ્રથમ દાવમાં ૩૩૫ રનની લીડ મળી છે અને તેણે મહેમાન ટીમ પર ફોલોઓન કર્યું છે. પ્રોટિયાસ માટે ઝુબેર હમઝાએ મેડન ફિફટી ફટકારતાં ૬૨ રન કર્યા હતા. તે ઉપરાંત ટેમ્બા બાવુમાએ ૩૨ રન અને જોર્જ લિન્ડેએ ૩૭ રનનું યોગદાન આપ્યું હતું. તેમનો અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં રન સ્કોર કરી શક્યો ન હતો. ભારત માટે ઉમેશ યાદવે ૩ વિકેટ, જયારે મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને શાહબાઝ નદીમે ૨-૨ વિકેટ લીધી હતી.
ઉમેશ યાદવ ભારતમાં સતત પાંચ ઇનિંગ્સમાં ૩થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો. ઘરઆંગણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ઉમેશનું પ્રદર્શનઃ ૬/૮૮, ૪/૪૫, ૩/૩૭, ૩/૨૨ અને ૩/૪૦. ભારત ઘરઆંગણે છેલ્લે એક સીરિઝમાં શ્રીલંકા પર બે વાર ફોલોઓન કર્યું હતું. ૧૯૯૩ની તે સીરિઝમાં ઇન્ડિયાએ લંકા પર લખનૌ અને બેંગ્લુરુ ખાતે ફોલોઓન કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.