પાલનપુરમાં અપહૃત બાળકીનો હેમખેમ છુટકારો

પાલનપુર : પાલનપુર જોરાવર પેલેસમાં આવેલા જન સેવા કેન્દ્ર આગળથી ગુરૂવારે સાંજના સુમારે અજાણી મહિલા અને એક શખ્સે રિક્ષામાં બાળકીનું અપહરણ કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ એકશનમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહ્યત બાળકીને હેમખેમ છોડાવી હતી. આ ઘટનાક્રમને પગલે શહેરભરમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાલનપુર શહેરના જોરાવર પેલેસ કે જ્યાં જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર સહિતની સરકારી કચેરીઓ આવેલી છે. ત્યાં મામલતદાર કચેરીની સામે આવેલા જન સુવિધા કેન્દ્ર નજીકથી ગુરૂવારે સાંજના સુમારે એક અજાણી મહિલાએ નાની બાળકીનું રિક્ષામાં અપહરણ કર્યુ હતુ. આ અંગેની જાણ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. દરમિયાન પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી ડીવાયએસપી એ. આર. જનકાંત સહિત પોલીસની ટીમો એકશનમાં આવી હતી. અને ગણતરીના કલાકોમાં જ માલણ દરવાજા વિસ્તારમાંથી અપહરણકર્તા મહિલાના સકંજામાંથી બાળકીને હેમખેમ છોડાવવામાં આવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.