ભીલોડા-શામળાજી રોડ પર જીવલેણ અકસ્માત

તા.ર૭/૧૦/૧૮ ના રોજ ૧૧-૩૦ વાગ્યા સુમારે ભીલોડાથી શામળાજી તરફ જવાના માર્ગ પર ઘમ્બોલીયા ગામની સીમમાં ઈનોવા ગાડી નં.જી જે ર૪-કે. પ૬ર૧ નંબરના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને બેદરકારી-ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવતા જીજે.૦૯-સી.એન.૪૮૦૮ નંબરના મોટર સાયકલ ચાલક પાર્થકુમાર નરેશભાઈ ગોરી (ઉ.વ.૧૮, રહે. ઘમ્બોલીયા, તા.ભીલોડા)ને સામેથી ધક્કા સાથે ટક્કર મારતાં પાર્થકુમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવી ઈનોવા ગાડીનો ચાલક પોતાનું વાહન મુકી નાસી ગયેલ. જે બાબતે પુંજાભાઈ મોતીભાઈ ગોરી (રહે. ઘબ્લોલીયા)એ શામળાજી પોલીસ સ્ટેશને ઈનોવા ગાડીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એ.એસ. આઈ. બાબુભાઈ શંકરભાઈએ ફ.ગુ.નં.૧૦૦/ર૦૧૮ મુજબ ઈપીકો કલમ ર૭૯/૩૦૪ (અ), એસ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ બી મુજબ નોંધી અ.હે.કો. દિનેશકુમાર બદાજીએ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.