ડીસાના રસાણા નજીક બોલેરો ગાડીની ટકકરે ડીઆઈ ગાડી પલટી

બનાસકાંઠા સહિત ડીસા માં માર્ગ અકસ્માતોના બનાવો માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રસાણા મોટા થી રાબેતા બુજબ ડીઆઈ ગાડી વિદ્યાર્થીઓ ને શાળા માટે લઈ ડીસા ના કાંટ તરફ વિદ્યાર્થીઓ ને લેવા માટે રસાણા હાઇવે  ક્રોસ કરી રહી હતી ત્યારે ડીસા તરફ થી આવી રહેલ બોલેરો ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા બોલેરો ડીઆઈ ગાડીને ટક્કર મારી હતી.ડીઆઈ ગાડી માં સવાર એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થી સહિત ડીઆઈ ગાડી ચાલક ને ઇજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખેડાયા હતા.
 
વાત કરીએ અકસ્માત ની તો રસાણા મોટા ખાતે રહેતા કનુજી સરદારજી  ઠાકોર તે પોતાની ડીઆઈ ગાડી પાંચ વર્ષ થી વિદ્યાર્થીઓ ને  ખાનગી શાળા એ મુકવા માટે લઈ જાય છે ત્યારે આજે રસાણા મોટા થી વિદ્યાર્થીઓ ને લઈ રસાણા હાઇવે ક્રોસ કરી કાંટ તરફ વિદ્યાર્થીઓ ને લેવા જતા હતા રસાણા  હાઇવે  પર ડાયવર્ઝન પર ડીઆઈ ઉભી હતી ત્યારે ડીસા તરફ થી પુર પાટે આવી રહેલ બોલેરો ચાલકે બાઈક ચાલકને  બચાવવા જતા બોલેરો ગાડી ડીઆઈ ગાડી સાથે તકકરાતા અકસ્માત સર્જાયો હતો અને બોલેરોની ટક્કર થી ડીઆઈ ગાડી પલટી ખાધી હતી.ડીઆઈ ગાડી માં બેઠેલ 6 વિદ્યાર્થીઓ અને ડીઆઈ ચાલક કનુજી સરદારજી પણ ગાડી માં સવાર હતા જોકે અકસ્માત માં વિદ્યાર્થીની સુમનબેન  મનુભાઈ દેસાઈ ઉંમર 13 વર્ષ ને માથાના ભાગે ઇજા થઇ હતી અને દેવ મુકેશભાઈ દેસાઈ ઉંમર 13 વર્ષ ,વનરાજભાઈ રેવાભાઈ દેસાઈ ઉંમર 13 વર્ષ ,સિદ્ધરાજભાઈ મોતીભાઈ દેસાઈ ઉંમર 13 વર્ષ આ વિદ્યાર્થીઓ ને સામાન્ય ઇજા થઇ હતી.જ્યારે ડીઆઈ ગાડી ચાલક કનુભાઈ સરદારજી ઠાકોર ઉંમર 50 વર્ષે ને પણ ઇજા થઇ હતી અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત ડીઆઈ ચાલકને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખેસેડાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.