‘ફની’ના ભયથી ઓરિસ્સામાં લાખોનું સ્થળાંતર

ભુવનેશ્વર વિનાશકારી અને તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ચુકેલા તોફાન અને વાવાઝોડા ફનીને લઇને અસર દેખાવવા લાગી ગઈ છે. પ્રચંડ તાકાત સાથે ત્રાટકે તેના એક દિવસમાં જ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. આવતીકાલે આ વાવાઝોડુ જારદારરીતે ત્રાટકનાર છે. ત્રીજી મેના દિવસે બપોર સુધીમાં ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં તે ત્રાટકનાર છે. રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે નુકસાન ચક્રવાતી વાવાઝોડા ફનીના કારણે થઇ શકે છે. અતિભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે નુકસાનને પહોંચી વળવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં વાવાઝોડુ ઓરિસ્સાના દરિયાકાંઠાથી આશરે ૪૫૦ કિલોમીટરના અંતરે Âસ્થત છે. આ વાવાઝોડુ હવે છેલ્લા છ કલાકમાં પ્રતિકલાક પાંચ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉરીના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં તે ત્રાટકનાર છે. ગંજામ, ગજપતિ, ખુરદા, પુરી, જગતસિંગપુર, કેન્દ્રપાડા, ભાદ્રક, જાજપુર અને બાલાસોરમાં પ્રચંડ પવન સાથે ભારે વરસાદ થશે. જા કે, ઓરિસ્સાના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જાવા મળશે. બંગાળની વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર ચોવીસ પરગના અને હાવડા, હુબલી, જરગ્રામ, કોલકાતા, શ્રીકાકુલુમ, વિજયાનગરમ, વિશાખા પટ્ટનમમાં પણ ભારે વરસાદ સાથે તોફાન આવી શકે છે. આંધ્રપ્રદેશમાં ફનીની અસર શ્રીકાકાલુમ, વિજયાનગરમ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં થઇ શકે છે. આઠ લાખથી વધુ લોકોને ખસેડવામાં આવી ચુક્યા છે. આવતીકાલે આ વાવાઝોડુ પ્રચંડ તાકાત સાથે ઓરિસ્સામાં ત્રાટક્યા બાદ ચોથી મેના દિવસે સવારે પશ્ચિમ બંગાળમાં ત્રાટકશે. ઓરિસ્સા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, સાયક્લોન ફનીના કારણે આવતીકાલે ભારે વરસાદ થશે. વરસાદની શરૂઆત થઇ ચુકી છે. ૧૦૩ ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ફની વાવાઝોડાની અસર હેઠળ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. વાવાઝોડાની અસર હેઠળ તમામ એરલાઈન્સોને પણ મદદ માટે તૈયાર રહેવા કહેવામાં આવી ચુક્યું છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.