રાધનપુરના પેદાશપુરા-બિસ્મિલ્લાહ ગંજ ગામ વચ્ચે દીવાલમાં ગેરરીતી

 
 
 
 
                              સરકાર દ્વારા વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે રાધનપુરની માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં થતાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની બુમરાડ ઉઠવા પામી છે.
અરજદારની રજુઆતમાં રાધનપુર તાલુકાના પેદાશ પુરાથી-બિÂસ્મલ્લાહ ગંજ બંન્ને ગામની વચ્ચે પુલ (ગરનાળા ઉપર) તેમજ આજુબાજુ પ્રોટકેશન દીવાલો બનાવવામાં આવી છે. આ જે કામગીરી કરવામાં આવેલ છે. તેમાં અમુક જગ્યાએ સીમેન્ટની થેલીમાં રેતી ભરી કામગીરી કરવામાં આવી છે. તેમજ લોખંડ પણ પુરતા પ્રમાણમાં વાપરવામાં આવેલ નથી. તેમજ સીમેન્ટ પણ પુરતાં પ્રમાણમાં ના વાપરતા હલકી ગુણવત્તાના કામને લઈ પુલ (ગરનાળા-ઉપર) તીરાડો પડી ગયેલ છે. તેમજ સીમેન્ટ બચાવવા માટે મોટા મોટા પત્થરો નાખી કામગીરી કરવામાં આવેલ છે. જેમાં અરજદારે તેમની લેખીત રજુઆતમાં કાર્યપાલક ઈજનેર પાટણને  થયેલ ખરાબ કામની સીડી કેસેટ રજુ કરી જણાવેલ છે કે આપ રૂબરૂ સ્થળ તપાસ કરશો તો આ કરેલ કામમાં થયેલ ભ્રષ્ટાચાર નરી આંખે જાઈ શકશો.
આ થયેલ કામમાં ભ્રષ્ટાચારને લઈ અરજદારના જણાવ્યા મુજબ વારંવાર રાધનપુર ના.કા.ઈ.ને. મૌખીક રૂબરૂ રજુઆત કરવા છતાં ના.કા.ઈ. દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ના દેવામાં આવતા ના છુટકે સ્થળ ઉપર જઈ ખરાબ કામના વિડીયો સુંટીંગ કરી સીડી કેસેટ બનાવી કાર્યપાલક ઈજનેર પાટણને રજુઆત કરવાની ફરજ પડી. કા.ઈ.પાટણને પણ રજુઆત કરવાને ત્રેવીસથી ચોવીસ દીવસ થવા છતાં આજદીન સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આટલા સબળ ભ્રષ્ટ્રાચારના પુરાવા હોવા છતાં શા માટે ? રાધનપુર ના.કા.ઈ. અને પાટણ કાર્યપાલક ઈજનેર જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં નથી આવતી. શા માટે છાવરે છે. જ્યાં ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓને ? અજરદારના જણાવ્યા મુજબ જા કાર્યવાહી કરવામાં નહી આવે તો હું ઉપલી કચેરીએ રજુઆત કરીશ.
હવે જાવાનું એ રહ્યું કે આ કાર્યપાલક ઈજનેર-પાટણ થયેલ કામમાં ભ્રષ્ટાચારની તપાસ કરાવે છે કે પછી આમાં જવાબદાર કર્મચારીઓને બચાવવા માટે ભીનું સંકે લે છે. જાઈએ તો આવનારો સમય જ બતાવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.