ડાવસ ગામે દેખાયેલ દીપડો નવ કલાકે પાંજરે પુરાયો

 
 
 
                                      ડીસા નજીક બનાસ નદીના કિનારે આવેલા ડાવસ ગામે ખેતરમાં દીપડો આવી જતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દીપડો દેખાયા બાદ તરત ગ્રામજનોએ વન વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જા કે, જાણ કર્યાંના નવ કલાક બાદ આખરે દીપડાને ઘાયલ કરીને પાંજરે પૂર્યો હતો પરંતુ આ સમયે વન વિભાગે ભયનો માહોલ સર્જી દેતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. 
ડીસા નજીક બનાસ નદીના કિનારે આવેલા ડાવસ ગામે ખેતરમાં દીપડો દેખાતાં ખેતર માલિકે ગ્રામજનોને જાણ કર્યાં બાદ તરત વન વિભાગ અને ડીસા તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. જા કે, જાણ કર્યાં બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાદમાં વન વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જા કે, ખેતરમાં આવ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ ભયનો માહોલ ઉભો કરી બટાટાના ઉભા ખેતરમાં ખેતર માલિકની ગાડીને લઇ દોડાવતાં ખેતર માલિક ત્રિકમાભાઇ ઠાકોરના બટાટાને વ્યાપક નુકશાન કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.