સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી ટિકિટની આશાએ ક્ષત્રિય ઠાકોરસેના પ્રમુખે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યું : કોંગ્રેસમાં હડકંપ

                   સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા છે બીજીબાજુ કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ઉમેદવારને લઈને અવઢવમાં મુકાયા છે પાટણ લોકસભા બેઠક પર જગદીશ ઠાકોરને ટિકિટ મળતાની સાથે ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું પત્તુ કપાતા ક્ષત્રિય ઠાકોરસેનાને લોકસભાની  એક ટિકિટ આપવાની જીદ અને અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોરની ચાર દિવસ પહેલા લોકસભામાં કોંગ્રેસને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારતા હાઈકમન્ડે ગંભીર નોંધ લઈ સંજય ઠાકોરને તાબડતોડ દિલ્હી બોલાવી રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી પરત ફર્યા બાદ શનિવારે સંજયસિંહ ઠાકોરે હિંમતનગર કલેક્ટર કચેરીએ ટેકેદારો સાથે પહોંચી ઉમેદવારીનું ફોર્મ ઉપાડતા બંને જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ દંગ બન્યા હતા 
       સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ મોવડી મંડળ ઉમેદવારનું નામ જાહેર કરવામાં જાહેર કરવામાં સમયનો વ્યય કરતા અને અવઢવની સ્થિતિમાં જોવા મળતા લોકસભા બેઠક લડવા માટે દાવેદારોની સંખ્યા વધતા કોંગ્રેસ માટે આત્મઘાત સાબિત થઈ શકે છે 
         અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ઉપાડતાની સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને ટિકિટ આપી શકે છે અને તૈયારીઓ કરવા લાગી જાવ તેવું જણાવતા ઉમેદવારી ફોર્મ લીધું છે અને રવિવારે બપોરે કોંગ્રેસ વિધિવત રીતે તેમના નામની જાહેરાત પણ કરી શકે છે તેવું તેમને આત્મવિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.