અમદવાદમાં બે કાર વચ્ચે અકસ્માત શહેરના જાણીતા બિલ્ડરનું મોત

રાજ્યોમાં વધી રહેલા અકસ્માતોના પગલે ગઇકાલે એસજી હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે મોડી રાતે વર્ના કાર અને ટવેરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
 
અકસ્માતમાં એક બિલ્ડરનું મોત થયું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં પોલીસપુત્રનું મોત નીપજ્યું છે જ્યારે આઠ લોકોને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એસજી 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે. આ ઉપરાંત અકસ્માતમાં આઠથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગઈકાલે મોડી રાતે બે વાગે પકવાન ચાર રસ્તા તરફથી વર્ના કાર પૂરપાટ ઝડપે આવી હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદાવી સામેથી આવતી ટવેરા કાર સાથે અથડાઈ હતી.
 
ટવેરા કારમાં કોલ સેન્ટરમાં કામ કરતા લોકો સહિત સાત લોકોને ઇજાઓ થઈ હતી. વર્ના કારમાં પ્રતીક બ્રહ્મભટ્ટ અને વિપુલ પટેલ નામના બે યુવક બેઠા હતા જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
 
કારમાંથી ખાલી દારૂની બોટલો પોલીસને મળી આવી છે. અકસ્માતનો ભોગ બનેલી ગાડીમાં ટાવેરા (જીજે18એઝેડ 0570) અને હ્યુન્ડાઇ વર્ના કાર (જીજે1કેક્યૂ 4062)નો સમાવેશ થાય છે. પોલીસે કારની તપાસ કરતા પોલીસકર્મીના પુત્રની કાર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.