ડીસા તાલુકામાં ઠંડીનો ચમકારો : બે દિવસમાં પારો ૩ ડિગ્રી ગગડયો

રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ધીમે પગલે ઠંડીની જમાવટ થઇ રહી છે વહેલી સવારે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી ડીસામાં લઘુતમ તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. જેમાં બુધવારના ડીસાનુ લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું.જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડીનો અહેસાસ વર્તાતો જોવા મળ્યો હતો.
   છેલ્લા કેટલાક સમયથી કુદરતી ઋતુ ચક્રમાં આવેલા ફેરફારના પરિણામે ઠંડીનું આગમન થોડું મોડું થયું છે પણ ધીમે ધીમે હવે વાદળાં વિખેરાઈ જતા શિયાળાની જમાવટ થઇ રહેલી જોવા મળી રહી છે.જેથી ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો વહેલી સવારે અને મોડી રાતે ગરમ વસ્ત્રો પહેરી ઘરની બહાર નીકળી રહ્યા છે.ઠંડીના આગમનને લઇ બજારોમાં પણ ગરમ વસ્ત્રોની માંગ જોવા મળી રહી છે અને ઠેર-ઠેર રસ્તાઓ અને હાઇવે પર ગરમ વસ્ત્રના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. શિયાળાની થયેલી જમાવટને લઈ ખેડૂતો પણ રવી સીઝનની વાવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને વાવણી કામમાં પણ જોતરાઈ રહ્યા છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં ડીસા પંથકમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે.જેને લઇ છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ટૂંક સમયમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થવાની હવામાન વિભાગે પણ શકયતા દર્શાવી છે.
 
 
 
 
 
 
 
 
 
રખેવાળ ન્યુઝ ડીસા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.