દેશને લૂંટનાર કોઇ ચમરબંધીને છોડાશે નહીં ઃ મોદી

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી મિશન ગુજરાત સાથે જારદાર પ્રચારની શરૂઆત કરી હતી. ગુજરાતના બે દિવસના ચૂંટણી પ્રવાસે પહોંચ્યા બાદ આજે પ્રથમ દિવસે મોદીએ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણી સભા કરી હતી. તમામ જગ્યાઓએ મોદીએ આક્રમક અંદાજમાં ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એકબાજુ હિંમતનગર ખાતેના સંબોધનમાં દાવા સાથે કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ભ્રષ્ટ લોકોને જેલના દરવાજા સુધી લઇ ગયા છે. હવે બીજા પાંચ વર્ષ મળશે તો ભ્રષ્ટાચારી લોકોને જેલ ભેગા કરવામાં આવશે. જે લોકોએ પણ દેશને લુટ્યો છે તેમને છોડવામાં આવશે નહીં. લૂંટનાર લોકોને તમામ રકમ દેશને પરત આપવી પડશે. ચૂંટણીમાં દેશના લોકોને નક્કી કરવાનું છે કે, ટુકડે ટુકડે ગેંગ શાસન કરશે કે પછી મજબૂત ભારતનું નિર્માણ કરનાર લોકો શાસન કરશે. એકભારત શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે સમર્પિત લોકો દેશનું સુકાન સંભાળશે કે પછી અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર લોકો સત્તા સંભાળશે. ગુજરાતી વડાપ્રધાન માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગુજરાત કઈ રીતે સહન કરી શકે છે. ગુજરાતના આણંદમાં પોતાની સભામાં મોદીએ કહ્યું હતું કે, કાશ્મીરમાં કોંગ્રેસના એક સાથી પક્ષનું કહેવું છે કે જા પાકિસ્તાનને કોઇ હેરાન કરશે તો તે ભારતને વધારે પરેશાન કરશે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના લોકોની સાથે છે. આ પ્રકારના લોકોને મત આપીને કોઇપણ ગુજરાતી વ્યÂક્ત ભુલ કરી શકે છે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. આણંદમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેમના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશદ્રોહના કાયદાને દૂર કરશે. આનાથી જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજા, આતંકવાદીઓ અને નક્સ લવાદ મજબૂત થશે. ટુકડે ટુકડે ગેંગને મજબૂતી બમળશે. ભાજપને રોકવા માટે આ પ્રકારના લોકો કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રહ્યા છે. મોદીએ તે પહેલા સુરેન્દ્રનગરમાં પણ જુદા જુદા મુદ્દાઓને ઉઠાવ્યા હતા. સુરેન્દ્રનગરમાં બોલતા તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન વારંવાર પરમાણુ બોંબને લઇને ધમકી આપતું હતું પરંતુ તેઓએ પાકિસ્તાનને જે કંઇપણ કરવું હોય તે કરે તેમ કહ્યું હતું. સુરેન્દ્રનગરમાં બોલતા તેમણે કહ્યું હતું કે, છેલ્લી વખતે અમે તમામ ૨૬ સીટો મળી હતી. હવે મહત્તમ સંખ્યામાં વિપક્ષોના ડિપોઝિટ ડુલ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.