રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઠાકોર સેનાના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

રાધનપુર : રાધનપુર વિધાનસભા બેઠકની પેટા  ચૂંટણીની તારીખ જેમ નજીક આવી રહી છે, તેમ રોજ નવા સમીકરણ સામે આવી રહ્યા છે. રવિવારે કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ સાંતલપુર તાલુકાના નદી કાંઠાના વિસ્તારોની મુલા કાત લઈને ગજવી હતી. જેમાં ગડસઈ, અબીયાણા, લુણી ચાણા, ઉનડી, લીમગામડા સહીત ૧૧ ગામોની મુલાકાત લીધી હતી. જેમાં તમામ ગામોમાં ઠાકોર સમાજ તરફથી વ્યાપક આવકાર મળ્યો હતો.આ ગ્રામસભાઓ માં ઠાકોર સેનાના અસંખ્ય કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
 ગડસઈ ગામના સરપંચ ભુપતજી છગનજી ઠાકોર સહીત ઠાકોર સમાજના મોભીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જયારે લુણીચાણા ગામે ઠાકોર સેનાના કાર્યકરો હરેશભાઇ મફાભાઇ ઠાકોર, પરેશભાઈ ઠાકોર, ભરતભાઈ રામાભાઇ ઠાકોર, માનસંગ ભાઈ વેલાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પ્રાણભાઈ ઠાકોર, જયંતીભાઈ વરસંગ ભાઈ ઠાકોર, હરેશભાઇ ચમનભાઈ ઠાકોર, વિષ્ણુ ભાઈ બાવાભાઈ ઠાકોર, નવીનભાઈ રવાભાઈ ઠાકોર, દીપકભાઈ સામાભાઈ ઠાકોર સહીત કાર્યકરો કાંગેસમાં જોડાઈ જવા પામ્યા હતા, તમામને રઘુભાઇ દેસાઈએ ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે ૨૦૧૭ માં જેને ખોબલે ખોબલે  મત આપ્યા હતા, એ તમને પૂછ્યા વગર જતા રહ્યા અને  કમોસમી માવઠાની જેમ  ચૂંટણી આવી, પણ રાધનપુર મત વિસ્તારની જનતા દગો દેનારને ફરીથી વિધાનસભામાં મોકલતી નથી એ સૌ જાણે જ છે. હું ૧૬ વરસથી આ વિસ્તારમાં છું અને સેવા આપું છું, મને એકવાર મોકો આપો, માં ખોડિયારની સોગંધ ખાઈને કહું છું તમને દગો નહિ કરું. ઠાકોર સમાજના મોભી પુંજાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના ગુરૂ પૂજ્ય સદારામ બાપુના ભંડારામાં રઘુભાઇ દેસાઈએ અગિયાર લાખનું દાન આપ્યું હતું, એમનું રૂણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એમને જંગી બહુમતીથી આપણે જીતાડીયે.અબીયાણા ગામે ગ્રામજનોએ રઘુભાઇ દેસાઈને ધાતુની ગાય ભેટ આપીને તેમજ સો ની નોટોના હારથી સન્માન કર્યું હતું.આ પ્રસંગે ડો. વિષ્ણુ, ઝૂલા, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કાળુજી ઠાકોર, હરદાસભાઇ આહીર, રાજુભાઈ ઝૂલા, મહેબૂબખાન મલેક, સોનાજી ઠાકોર, હમીરજી ઠાકોર, જોરાજી ઠાકોર, વરસંગજી ઠાકોર સહીત અગ્રણીઓ જોડાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.