કરચલા પકડવા નદીમાં ગયેલાં માછીમારના પગમાંથી શરીરમાં ઘૂસ્યો કીડો, બ્લડમાં ઇન્ફેક્શન ફેલાતાં હાથ-પગ પડી ગયાં કાળા

અમેરિકામાં નદીમાં કરચલા પકડવા ગયેલાં એન્જલ નામના માછીમાર એક ખતરનાક કીડાનો શિકાર બન્યાં હતાં. આ કીડો માછીમારના પગમાં થયેલી નાની ઈજા દ્વારા શરીરમાં પ્રવેશ્યો હતો. જેના કારણે તેમના હાથ-પગ કાળા પડી ગયાં છે. ડોક્ટર્સને જ્યારે જાણવા મળ્યું કે, કીડામાં રહેલાં બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન તેમના બ્લડમાં ફેલાઇ ગયું છે, ત્યારે તેમને બે દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. ડોક્ટર્સ હવે તેમના હાથ-પગ કાપવાની સલાહ આપી રહ્યા છે. જોકે, હાથ-પગ કાપ્યા બાદ પણ આ વાતની ગેરેન્ટી નથી કે તેઓ જીવિત રહી શકશે કે નહીં.
 
60 વર્ષના એન્જલ પેરેજની સાથે આ ઘટના 2, ઓગસ્ટ ગુરૂવારે ઘટી હતી, જ્યારે તેઓ મોરિસ નદીમાં ફિશિંગ માટે ગયાં હતાં. આ દરમિયાન તેમની એડીમાં રહેલાં નાના ઘાવથી કીડો તેમના શરીરની અંદર દાખલ થયો હતો.
વ્યક્તિને આ વાતનો અહેસાસ ત્યારે થયો, જ્યારે તેમના હાથનો રંગ બદલાવા લાગ્યો અને તેમાં સોજા આવી ગયાં. સ્કિનને જોઇને એવું લાગી રહ્યું હતું કે, જાણે તે દાઝી ગઇ હોય.
એન્જલની 28 વર્ષની દીકરી ડેલિના પેરેજે જણાવ્યું કે આ બધું જ ખૂબ જ ઝડપી થયું હતું. એક કીડાના કારણે આટલું બધું થયું હોય તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.
દીકરીએ જણાવ્યું કે, ઇન્ફેક્શને પહેલાં દિવસે પિતાના એક પગને કબ્જામાં લીધો હતો. ત્યાર બાદ બીજો પગ અને બંને હાથ કીડાના કારણે ઇન્ફેક્શનની ચપેટમાં આવી ગયાં હતાં.
ડેલિના પ્રમાણે, કીડાએ હવે તેના આખા શરીરને પોતાના કબ્જામાં કરી લીધું હતું.
 
ટેસ્ટમાં જાણવા મળ્યું કે એન્જલની આ સ્થિતિ વિબ્રિયો બેક્ટેરિયાના કારણે થઇ હતી. જે જગ્યાએ નદી અને દરિયાનું પાણી મળે છે, ત્યાં ગરમ પાણીમાં આ કીડા મળી આવે છે.
ડોક્ટર્સ પ્રમાણે, આ કીડા એન્જલ માટે વધારે ખતરનાક છે, કેમ કે પાર્કિંસન બીમારી (નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર) હોવાના કારણે તેમની ઇમ્યૂન સિસ્ટમ પહેલાંથી જ ખૂબ જ નબળી છે.
કૂપર યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટરોને જ્યારે આ વાતની જાણ થઇ કે, કીડાના કારણે ઇન્ફેક્શન આખા બ્લડમાં ફેલાઇ ગયું છે, ત્યારે ડોક્ટર્સે છેલ્લાં બે દિવસથી તેને વેન્ટિલેટર પણ રાખ્યાં છે.
પરિવાર પ્રમાણે, ડોક્ટર્સ હવે તેના બંને હાથ-પગ કાપવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આ વાતની ગેરેન્ટી નથી આપી રહ્યા કે, એન્જલ જીવિત રહેશે કે નહીં.
એન્જલ હોસ્પિટલની ઇન્ટેસિલ કેયર યૂનિટમાં છે અને તેમનું ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે કેમ કે, તેની બંને કિડનીઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
 
 
એન્જલની દીકરી ડેલિનાએ જણાવ્યું કે, દરેક વ્યક્તિ અમારી પાસે આવીને એવું કહી રહ્યા છે કે, જો તેમના હાથ-પગ કાપ્યા નહીં તો ઇન્ફેક્શન સતત ફેલાવાથી તેમનું હાર્ટ ફેઇલ થઇ શકે છે.
ડેલિનાએ કહ્યું કે, એન્જલ હાથ-પગ કપાવવા માટે રાજી નથી. તેઓ ઇચ્છે છે કે, જેટલાં દિવસ તે જીવિત રહે, તે પોતાનું જીવન જીવવા માંગે છે. તે ખૂબ જ પીડા સહન કરી રહ્યા છે. આવા સમયમાં તેઓ કોઇનો સાથ પણ છોડવા માંગતાં નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.