અરવલ્લી ની ગીરીમાળાઓમાં અને જંગલોમાં ૧૦ થી વધુ સ્થળોએ આગ લાગતાં વનતંત્રની દોડધામ

અરવલ્લીની ગીરીમાળાઓમાં અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલોની વનરાજીની જાળવણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં સતત આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસાના માથાસુલીયા ગામ નજીક જંગલમાં આગ લાગતાં ૫ કલાક થી વધુના સમય થી આગ કાબુમાં ન આવતા વનરાજી બળી ને ખાખ થઈ હતી ભિલોડા તાલુકાના ઉબસલ,ચુનાખાણ,બોલુન્દ્રા, વાઘેશ્વરી,પાદરા,ગાંભોઇ નજીક હથરોલ સહીત ગામ નજીક આવેલા ડુંગરો અને જંગલમાં આગ લાગતાં વનતંત્ર વિભાગ હાંફી ગયું હતું 
 
અરવલ્લીની ગીરીમાળાઓમાં સતત આગની ઘાટનો બનતા ડુંગર અને જંગલમાં આગ કોઈ અસામાજિક  
તત્વો દ્વારા લગાડી તેમના દ્વારા કિંમતી લાકડાની ચોરી છુપાવવા આગ લાગવડવામાં આવતી હોવાનું અને તેમાં વનવિભાગ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત હોવાનું પર્યાવરણ પ્રેમીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે
   શુક્રવારે ભિલોડા પંથકના ઉબસલ,ચુનાખાણ,બોલુન્દ્રા, વાઘેશ્વરી,પાદરા, નજીક આવેલા ડુંગરોમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અને આગના લપકારા સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોમાં ભય ફેલાયો હતો સ્થાનિકોએ આગ હોલવવા પ્રયત્નો કરી ભિલોડા વનવિભાગ અને પોલીસતંત્ર આગના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ પણ પહોંચી હતી ગાંભોઇ નજીક હાથરોલ નજીકના જંગલમાં આગ લાગતાં અને મોડાસાના દધાલીયા નજીક ડુંગર પર આગ લાગતાં મોડાસા ફાયર ફાયટરની ટીમ અને વનવિભાગ ટીમે આગ પર કાબુ મેળવવા કામગીરી હાથધરી હતી
       અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અને જંગલમાં લગતી સતત રહસ્યમય આગ પાછળ કોઈ ચોક્કસ કારણભૂત જવાબદાર હોવાની સાથે જગલમાંથી કિંમતી લાકડાની ચોરી કર્યા પછી ચોરી છુપાવવા પણ આગ લગાડવામાં આવી હોવાની અનેક ઘટનાઓ અગાઉ બની ચુકી છે વનવિભાગ તંત્ર ગાઢનિંદ્રા માંથી જાગી બહાર આવી આગમાં સ્વાહા થતી વનરાજી બચાવવા નક્કર કામગીરી કરે તે ખુબ જરૂરી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.