રોજ 250 રૂપિયા કમાનાર ટીવી મિકેનિકને નહોતી ખબર કે તે પાંચ કંપનીનો ડિરેક્ટર પણ છે!

દિવસના 250 રૂપિયા કમાનાર એક મજૂરને એ નહોતી ખબર કે તે પાંચ કંપનીનો માલિક છે અને તેના બેંક એકાઉન્ડમાંથી કરોડોની લેણદેણ થઈ રહી છે. કલકત્તાના બિરજૂ રજકને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી સમન્સ મોકલવામાં આવ્યું છે અને પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી, આરોપ હતો કે બિરજૂએ 5.47 કરોડની લેણદેણ કરી છે. તે પાંચ ખાનગી કંપનીનો ડિરેક્ટર છે, જેના પર ગેરકાયદેસર રીતે કમાણી કરવાનો આરોપ છે.
 
સઘન તપાસ બાદ ખબર પડી કે, બિરજૂની રોજની કમાણી 250 રૂપિયા જ છે અને તેની જમા રકમ માત્ર 8449.19 રૂપિયા છે. બિરજૂએ અધિકારીઓને જણાવ્યું કે, તેની મા હરિમોની રજક હાવડામાં એક આનંદ મોદીના ઘરે કામ કરે છે, આનંદ મોદીએ તેની મા પાસેથી બિરજૂનું આધાર કાર્ડ અને અન્ય ઓળખ પત્રો મંગાવ્યા અને ફ્રિમાં તેનું પાન કાર્ડ પણ બનાવડાવી દીધું.
 
મોદીએ બિરજૂના નામેથી પાંચ કંપનીઓ ખોલી દીધી Nightshine Vinimay, Trieye Distributors, Gainwell Promoters અને Eveningstar Marcon. આ ઉપરાંત કેટલાક બેંક એકાઉન્ટ પણ ખોલ્યા તેના નામેથી. બિરજૂને જ્યારે તેની શંકાસ્પદ લાગ્યું તો તેણે મોદીને આ વિશે વાત કરી. આનંદ મોદીએ બિરજૂને આશ્વાસન આપ્યું કે, તેની ઓળખ ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં છે, તેને કંઈ નહીં થાય. રજકે મીડિયાને જણાવ્યું કે, ઈન્કમ ટેક્ષ વિભાગના અધિકારીઓ તેની સાથે ઠાવકાઈથી વ્યવહાર કર્યો અને તેમણે પુરાવા એકઠા કરવા માટે તેના ફોન રેકોર્ડ કર્યા, જેમાં મોદી અને તેની વાતચીત થઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.