બનાસકાંઠાનો આ પુત્ર બન્યો યુવાનોનો રોલ મોડલ, નાની વયે IPS અધિકારી બનનાર સફીન હસન વિષે જાણો

કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. આ પંક્તિ સાચા અર્થમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામના સફિન હસને માત્ર 24 વર્ષની સૌથી નાની વયે ભારતમાં આઈપીએસ ઓફિસર બની સાર્થક કરી બતાવી છે. સામાન્ય પરિવારમાં ઉછરેલ સફિન હસને પોતાનો અભ્યાસ ગામમાં કર્યો હતો.
 
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જુદા જુદા આઠ જેટલા પ્રોબેશનલ આઈ.પી.એસ.ને રાજ્યના અલગ અલગ પોલીસ મથકોમાં પોસ્ટીંગ અપાયા છે તે પૈકીના એક પ્રોબેશન આઇ.પી.એસ. અધિકારીને સફિન હસનનું પોસ્ટીંગ જામનગરમાં આપ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના કાણોદરના 24 વર્ષના સફિન હસને યુપીએસસીની પરીક્ષા પાસ કરી સમગ્ર ભારતમાં સૌથી નાની વયના આઈપીએસ અધિકારી બનતા યુવાનોના રોલ મોડલ બની ગયા છે. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનો લક્ષ્‍ય રાખી અભ્યાસ કરતા સફિન હસનની આજે જામનગર ખાતે આઈપીએસ તરીકે પોસ્ટિંગ થતા પરિવાર સહિત સમગ્ર બનાસકાંઠામાં યુવાનોના રોલ મોડલ બની ગયા છે.
 
24 વર્ષના સફિન હસનના પરિવારમાં માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈએ સફિનનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યું હતું. બાદ ગામની જ સરકારી માધ્યમિક ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો. બાદ સુરત ખાતે ઈસી એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા રાજ્યમાં 34મો ક્રમાંક મેળવી પાસ કરી હતી.
 
જેમાં જિલ્લા રજીસ્ટ્રાર તરીકે નિમણુંક થઈ હતી પરંતુ બાળપણથી જ આઈપીએસ બનવાનો લક્ષ્‍ય લઈ ચુકેલા સકીલ હસને જિલ્લા રજીસ્ટ્રારની જોબ નકારી હતી અને વર્ષ 2017માં યુપીએસસીની મેઈન પરીક્ષા આપવાની હતી તે સમયે અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ હિંમત ન હારી અને પરીક્ષા આપી હતી અને ભારતમાં યુપીએસસીની પરીક્ષામાં ૫૭૦મો ક્રમાંક મેળવી પાસ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌ પ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું.
 
દેશમાં સૌથી નાની વયે આઈપીએસ અધિકારીનું પદ મેળવનાર સફીન હસનને કેરિયરનું સૌથી પહેલું પોસ્ટીંગ જામનગરમાં મળ્યું છે. અહીં તેઓ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (એએસપી) તરીકેનું જવાબદારી સંભાળશે. તેમની માતાએ હીરાના કારખાનામાં તેમજ હોટલમાં રસોઈ કામ કરીને તેમજ પિતાએ ઈલેક્ટ્રીશ્યનનું કામ કરી પુત્રને આઇ.પી.એસ બનાવ્યાં છે.
 
22 વર્ષીય સફીન હસન આ પદ માટે જરૂરી તમામ પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા છે. યુપીએસસી પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી દીધી હતી. તેઓએ ઓલ ઈન્ડિયામાં 520મો રેન્ક મેળવ્યો છે. જો ગુજરાત કેડરમાં સૌથી યુવાન આઈપીએસની વાત કરીએ તો પી.સી.પાન્ડે 21 વર્ષની ઉંમરે આઈપીએસ બન્યા હતા પરંતુ જો કે કોઈ ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યંગ આઈપીએસ હોય તો તે સફીન હસન છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.