જળસંચયની કામગીરીમાં ગ્રામજનોને યોગદાન આપવા સરપંચોને આહવાન

પાટણ : પાટણ જિલ્લામાં ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ.પુરીના હાથ નીચે  જળ શક્તિ અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરવામાટે પાટણ જિલ્લાના જાલેશ્વર પાલડી, બ્રામણવાડા, ચાણસ્માતથા રૂપપુર તળાવની મુલાકાતલીધી હતી, કેન્દ્ર સરકારે રચેલી કમીટી દ્વારા દેશના ૨૫૬ જિલ્લાઓમાં ભુગર્ભ જળના સ્તર નીચે જવાથી જનભાગીદારીથી જળસંચયના કામો કરી જળ સ્તર ઉંચા લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. તે અંતર્ગત પાટણ જિલ્લાના ચાર તાલુકાના ગામોમાં થયેલ જળ શક્તિ અભિયાનના કામોની મુલાકાત લીધી હતી. જાલેશ્વર પાલડી ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો. અને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. ગામના મંદિરના પરીસરમાં આવેલ રામકુંડની કેન્દ્રીય ટીમના અધિકારીઓ અને ગ્રામજનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કયું હતું. ચાણસ્મા ખાતે ચાણસ્મા તાલુકાના સરપંચો અને તલાટી મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. અને તેમની પાસેથી જળસંચય અંગેની વિગતો મેળવી હતી. આવનાર પેઢી માટે અને આપના માટે પાણીની  ચિંતા કરવાનો સમય આવી રહયો છે. તાત્કાલીક ધોરણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના ફરજીયાત બનાવવા જણાવ્યું હતું. બ્રામણવાડા ગામ ખાતે રીચાર્જ કરવાના ટયુબવેલની મુલાકાત લીધી હતી.અને જરુરી સૂચનો કર્યો હતા.સરકારી ઈમારતોમાં રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે તે પ્રકારની દરેક ઘર સુધી પહોંચે તે જરૂરી છે. રાજ્ય સરકારની યોજનાઓ સાથે સાથે જનભાગીદારી દ્વારા જળસંચય તથા વૃક્ષારોપણ કરી આવનારા જળસંકટથી બચી શકાય. જીવનની જેમ પાણીનો જથ્થો મર્યાદિત છે. વોટર હાર્વેસ્ટિંગ દ્વારા ઘરેલું કક્ષાએ પણ ભૂગર્ભજળનું સ્તર વધારી શકાય છે. આ કાર્યક્રમમાં ઇન્ફોરમેશન ડીપાર્ટમેન્ટના ડાયરેકટરશ્રી ગીરીશ ચંદ્રા એરોન,ટેકનીકલ ઓફિસર નરેશ પોરવાલ, પ્રાન્ત અધિકારી ડી.બી.ટાંક, સિંચાઇ અધિકારી શ્રોપ, ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.     
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.