કોંગ્રેસે છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો, ધારાસભ્યોને માઉન્ટ આબુને બદલે પાલનપુરના બાલારામ લઈ જશે

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો પર પાંચ જુલાઈના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 2017ની રાજ્યસભા ચૂંટણીનું પુનરાવર્તન કર્યું છે. મતદાન પૂર્વે ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જઈ રહી હોવાની વાત સામે આવી હતી. જો કે બપોર બાદ કોંગ્રેસે અચાનક નિર્ણય બદલીને ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવાને બદલે પાલનપુરના બાલારામ ખાતે રિસોર્ટમાં લઈ ગઈ છે. ધારાસભ્યો સાથે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ જોડાયા નથી.
 
આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગાંધીનગર સ્થિત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના બંગલો પર ભેગાં થયા હતા. જ્યાં ધારાસભ્યોની ગણતરી કર્યા બાદ સાંજે ચાર વાગ્યે વોલ્વો બસમાં માઉન્ટ આબુ જવાને બદલે પાલનપુર જવા રવાના થયા હતા. જ્યાં રાજ્યસભાની ચૂંટણીમાં નવોદીત ધારાસભ્યોએ કેવી રીતે મતદાન કરવું તે અંગેનો મોકપોલ અને વર્ક શોપ યોજાશે. ત્યાર બાદ તમામ ધારાસભ્યોને મતદાનના દિવસે એટલે કે 5 જુલાઈએ સવારે આઠ વાગ્યે સીધા વિધાનસભામાં લાવવામાં આવશે.જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે પાલનપુર ગયા નથી. આમ કોંગ્રેસના હાલ 71માંથી 2 ધારાસભ્યોને બાદ કરીએ તો કુલ 69 ધારાસભ્યો જ પાલનપુર ગયા છે.હાલ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 100, કોંગ્રેસનું 71(ઘટી શકે),એનસીપી-1, બીટીપી-2 અને અપક્ષ-1 છે.
 
રાજ્યસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વોલ્વો બસમાં અંબાજી દર્શન કરશે અને હવે તમામને અંબાજીથી બાલારામ ખાતે રોકાશે. આ બસમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના તમામ નેતાઓ આ બસમાં સવાર થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ન કરે તે માટે તમામને અંબાજીના બાલારામ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે. તમામ બાલારામ ખાતે રિસોર્ટમાં જશે તે અંગેની માહિતી મળી રહી છે. 
ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અંબાજીથી બાલારામ લઇ જવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો સાથે કોંગ્રેસના હોદ્દેદારોની મીટીંગ કરવામાં આવશે. અને તમામ ધારાસભ્યોને કઇ રીતે વોટિંગ કરવું તે અંગેની તમામ માહિતી આપવામાં આવશે. રાજ્યસભામાં ક્રોસ વોટિંગ ન થાય તે માટે બસમાં અમદાવાદની બહાર લઇ જવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યો વાયા હિંમતનગરથી પાલનપુર રોડ તરફ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.