પાકિસ્તાની વિદેશમંત્રી: "ભારત સાથે યુદ્ધ નહિ વાતચીત જ એકમાત્ર રસ્તો છે."

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ભારતને લઈને આપેલી આક્રમક ટિપ્પણી બાદ પાકિસ્તાન નરમ પડ્યું છે. પાકિસ્તનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, ભારત સાથે યુદ્ધ નહીં વાતચીત જ એકમાત્ર રસ્તો છે.

થોડા દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે, શાંતિ-વાર્તા બહાલીની મારી પહેલ પર ભારતના અહંકારી અન નકારાત્મક જવાબને લઈને હું નિરાશ છું. હું મારી જીંદગીમાં મોટા પદે બેઠેલા એવા નાના લોકોને પણ મળી ચુક્યો છું, જેમની પાસે મોટા સ્વપ્ન જોવાની ક્ષમતા છે.

 

Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However, all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture.

 

જોકે પાકિસ્તાને અચાનક નરમ વલણ અખત્યાર કર્યું છે. પકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભારત સાથે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. યુદ્ધ કોઈ જ વિકલ્પ નથી. સૈન્યનો ઉપયોગ કાયમી સમાધાન નથી. વાતચીત જ એકમાત્ર ઉપાય છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઈમરાન ખાને વડાપ્રધાન બનતા જ ભાર્ત-પાકિસ્તાનની બંધ પડેલી વાતચીતને ફરી શરૂ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પરંતુ પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય સૈનિકો પર થઈ રહેલા હુમલાને લઈને ભારતે કોઈ પણ સ્તરે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે. ભારતના આ વલણથી ઈમરાન ખાન ઉકળી ઉઠ્યાં હતાં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.