હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

 
 
 
 
 
                                                તાઃ-૦૪/૦૨/૨૦૧૯ થી તા.૧૦/૦૨/૨૦૧૯ સુધી૩૦માં રાષ્ટ્રીય માગઁ સલામતી સપ્તાહની ઉજવણીનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે.આ તબક્કે સાબરકાંઠા જીલ્લા હિંમતનગર પોલીસ હેડ ક્વાટર્સથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલીને જીલ્લા પોલીસ અધિક્ષક્શ્રી ચૈતન્ય માંડલિકે લીલી ઝંડી આપી પ્રસ્થાન આપ્યું હતું.આ રેલી પોલીસ હેડ ક્વાટર્સ થી બસ સ્ટેન્ડ સુધી બેનરો સાથે ફરી હતી.જે બેનરોમાં ટ્રાફિક નિયમોના સુચનો દર્શાવવામાં આવ્યા હતા જેવાકે 
(૧)વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ હેલ્મેટ પહેરવું તે માથામાં થતી ઈજાઓના નિવારણ માટે સૌથી અસરદાર ઉપાય છે.
(૨)હેલ્મેટના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમાં આખા ચહેરાને ઢાંકી લેતી હેલ્મેટ,ચહેરો ખુલ્લો રહેતો હોય તેવી હેલ્મેટ અને ૩/૪ એટલે કે અડધો ચહેરો ખુલ્લો રહેતો હોય તેવી હેલ્મેટનો સમાવેશ થાય છે.
(૩)હેલ્મેટનું બંધારણ,યાંત્રિક ઉર્જાના સહયોગથી અકસ્માતની પરિસ્થિતિમાં રક્ષણાત્મક ક્ષમતાને કારણે ઈજા થવાની સંભાવનાને ઘટાડે છે.
(૪)જયારે તીવ્ર ગતિથી કોઈ વાહન કે વસ્તુ જેમકે પથ્થર,મસ્તક સાથે અથડાય છે. ત્યારે મસ્તકમાં થતી ઇજાઓ ખુબજ ઘાતક અને જીવલેણ સાબિત થઇ શકે છે.
(૫)હેલ્મેટની ડીઝાઈન,વજન અને ખાસ પ્રકારની રચના અકસ્માતની પરિસ્થિતિમાં વાહન ચાલકને માથા અને ગળા પર થતી ઈજાથી બચાવે છે.   
આ પ્રસંગે  પોલીસ અધિકારી ખાસ હાજર રહ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.