સાબરસ્પોર્ટ સ્ટેડીયમ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનુ આયોજન

રાજ્યના યુવાનોમા દેશ પ્રેમ વધે અને લશ્કરમાં મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો જોડાય અને આપણા દેશની સુરક્ષામાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આર્મી  રીકૃટીંગ ઓફીસ, અમદાવાદ દ્રારા તા. ૨૮ ઓગસ્ટ થી ૯ સપટેમ્બર ૨૦૧૯ સુધી સાબરસ્પોર્ટ સ્ટેડીયમ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળો યોજાનાર છે. સાબરકાંઠાના યુવાનો મોટી સંખ્યામા ભરતી મેળામાં ભાગ લઈ વધુમાં વધુ યુવાનો પસંદગી પામે તે માટે યુવાનો માટે જરૂરી તાલીમ આપવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગર દ્રારા એક નિવાસી તાલીમ વર્ગનુ આયોજન કરવામાં આવેલ છે. જે મે માસના અંત સુધીમા શરૂ કરવાનુ આયોજન કરેલ છે સંરક્ષણ દળોમા જોડાવા માગતા સાબરકાંઠા જિલ્લાના ૧૭ વર્ષથી વધુ અને ૨૩ વર્ષથી ઓછી ઉંમરના ફક્ત પુરૂષ ઉમેદવારોને જ તાલીમ આપવાનુ આયોજન કરેલ છે. આ તાલીમ વર્ગમાં જોડાવવા માંગતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી હિંમતનગર ખાતેથી ઉપલબ્ધ નિયત નમૂનારૂપ અરજીમા અરજી કરવા જણાવામાં આવે છે. 
 
ઉપરોક્ત તાલીમવર્ગ અંતર્ગત દોડ અને શારીરિક પ્રશિક્ષણ માટે મેદાન, હોસ્ટેલ અને મેસની સુવિધા આપી શકે તેવી સંસ્થાઓ, વિષય સંબંધિત તાલીમ આપી શકે તેવા વ્યાખ્યાતાઓ, તાલીમ વર્ગનુ સંચાલન કરી શકે તેવા કો-ઓડીનેટર માટે રસ અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ કચેરીનો સંપર્ક કરી પોતાની અરજી કે દરખાસ્ત અત્રેની કચેરીને મોકલી આપવા જણાવામાં આવે છે.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.