દહેજ માટે પતિએ આપ્યું દર્દનાક મોત, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કહ્યું- મેં મારી જિંદગીમાં આટલી ક્રૂર હત્યા જોઇ નથી

બિહારના જહાનાબાદ જિલ્લામાં એક સનકી પતિએ દહેજ ન મળવા પર પત્નીને મારી-મારીને તેની હત્યા કરી નાખી. ઘટના શુક્રવાર મોડી રાતની છે. પરસબિગહા પોલીસ સ્ટેશન વિસ્તારના રાકેશ કુમાર પર તેની પત્ની ગુડિયાની હત્યાનો આરોપ છે. ઘટના પછીથી રાકેશ અને તેના ઘરના લોકો ફરાર છે.
 
પોલીસના જણાવ્યા પ્રમાણે, રાકેશે અતિશય બર્બરતાથી પત્નીની હત્યા કરી. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર નંદાએ કહ્યું- મારી જિંદગીમાં મેં આટલી ક્રૂર હત્યા જોઇ નથી. શબ જોઇને લાગી રહ્યું હતું કે જાણે પહેલા ઈંટ-પથ્થરથી મહિલાને મારવામાં આવી. તેના ચહેરાને ઈંટથી કચડી નાખવામાં આવ્યો, જેનાથી તેના તમામ દાંત તૂટી ગયા અને એક આંખ બહાર નીકળી ગઇ. મહિલાના આખા શરીરને ચપ્પુથી ચીરી નાખવામાં આવ્યું છે. શબ પર અગણિત ઘાના નિશાન હતા. શરીરનો કોઇ હિસ્સો એવો ન હતો જ્યાં તેને મારવામાં ન આવી હોય.
 
મૃતકાના ભાઈ રવીન્દ્રએ જણાવ્યું, 3 વર્ષ પહેલા બહેનના લગ્ન થયા હતા. બે વર્ષ સુધી બધું બરાબર રહ્યું. છેલ્લા કેટલાક સમયથી રાકેશ દહેજની માંગ કરી રહ્યો હતો. તે ક્યારેક ભેંસ તો ક્યારેક સોનાની ચેઇન માંગતો હતો. મારા પિતાએ કહ્યું હતું- પૈસા ભેગા થતાં જ આપી દઇશ.
 
રવીન્દ્રએ કહ્યું- બહેનના સાસરીના ગામમાં અમારાં કેટલાક બીજાં સગાંઓ પણ રહે છે. શનિવારે વહેલી સવારે 4 વાગે અમને ત્યાંથી ફોન આવ્યો કે ગુડિયાની હત્યા કરી દેવામાં આવી છે. અમે લોકો ભાગીને બહેનના ઘરે પહોંચ્યા તો જોયું કે તેનું શબ પડેલું છે. દરિંદાઓએ બહેનની એવી હાલત કરી નાખી હતી કે બોડી ઓળખાઈ રહ્યું ન હતું.
પરસબિગહા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી આશુતોષ કુમારે કહ્યું, હત્યા પછી આરોપી ઘર છોડીને ફરાર છે. મામલો નોંધી લેવામાં આવ્યો છે. જલ્દી જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.