ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં ૧૦૦ જેટલા નવા વીજ જાડાણોની અરજીઓ પેન્ડીંગ

 
 
                 પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં અર્ધ અછતની પરિÂસ્થતિ ઉભી થઈ છે. આ વિસ્તારમાં પાણી અને ઘાસચારાની અછત વચ્ચે પાતાળ કુવાઓ ઉપર માત્ર આઠ કલાક જ થ્રીફ્રેજ વિજ પુરવઠો આપવામાં આવે છે. આવા કપરા સંજાગોમાં આ બંને તાલુકાઓમાં ખેતી વપરાશ માટેના આશરે ૧૦૦ જેટલા નવિન વીજ જાડાણો માટેની અરજી ઉ.ગુ.વિજ કંપનીમાં પેન્ડીંગ છે. અને મટીરીયલ્સના અભાવે જાડાણ આપવા માટે વિલંબ થવાને કારણે આ વિસ્તારના ખેડુતની હાલત ખુબ કફોડી બની છે.
ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં ઓછા વરસાદને કારણે ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. ઘાસચારો અને પાણીની બુમ ઉઠી છે. નર્મદાની પેટા કેનાલોમાં પુરતુ પાણી છોડવામાં આવતું નથી. જે જગ્યાએ પાણી છોડાય છે. ત્યાં હલકી ગુણવત્તાને કારણ રોજબરોજ કેનાલ તુટી જવાના બનાવો છાછવારે બની રહ્યા છે. ખેતી માટે વીજ પુરવઠામાં બે કલાકનો કાપ મુકવામાં આવ્યો છે. પરિણામે રવિ સીઝનના વાવેતર ઉપર તેની માઠી અસર થઈ રહી છે.
ચાણસ્મા અને બહુચરાજી તાલુકામાં ખેડૂતોએ સિંચાઈ માટે નવિન પાતાળ કૂવાઓ બનાવેલ છે. જેમાં વીજ જાડાણ મેળવવા આશરે ૧૦ હોર્સ પાવરથી ૩૦ હોર્સ પાવર સુધીની મોટર માટેની માગણી કરી છે. ખેડૂતોએ એસ્ટીમેન્ટની રકમ ભરી દીધી છે. પરંતુ વિજ કંપની દ્વારા નવિન જાડાણ માટેની મટીરીયલ્સ પુરતા પ્રમાણમાં નથી, તેમજ નવિન ડી.પી.ન મળવાને કારણે સ્થાનિક જી.ઈ.બી. તંત્ર જાડાણ આપવા માટે લાચારી વ્યક્ત કરે છે. રોજબરોજ ખેડૂતો વીજ કચેરીના ચક્કર કાપી રહ્યા છે. પરંતુ આ બંને કચેરી નીચે આવેલી એકપણ અરજીનો નિકાલ કરવામાં આવતો નથી. જાણવા મળે છે તે મુજબ સર સામાનના  અભાવે નવિન જાડાણ મેળવવાની અરજીઓ સ્વીકારવાનું તંત્ર એ બંધ કરતાં આ વિસ્તારનો ખેડૂત નિસાસા નાખી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.