કોંગી, મુસ્લિમ લીગને મત મળશે તો ત્રાસવાદીઓને છુટો દોર મળશે

 
મેંગલોર/રામનાથપુરમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચુંટણીને લઈને કર્ણાટક અને તમિલનાડુમાં ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. તમિલનાડુમાં મોદીએ સબરીમાલાના મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ, ડાબેરીઓ અને મુસ્લિમ  લીગ ઉપર જારદાર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ડાબેરીઆ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સબરીમાલામાં ખતરનાક રમત રમી છે. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે આ લોકોએ અમારી આસ્થા અને સંસ્કૃતિ ઉપર આઘાત પહોંચાડવાના પ્રયાસ કર્યા છે પરંતુ કોંગ્રેસ, ડાબેરીઓ અને મુસ્લિમ  લીગ માટે દુઃખની વાત એ છે કે જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેઓ પોતાના ઈરાદામાં ક્યારેય પણ સફળ થશે નહીં. 
તમિલનાડુના રામનાથપુરમમાં વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે ૨૩મી મેના દિવસે કેન્દ્રમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે. આની સાથે જ લોકોને વચન આપ્યું હતું કે ૨૩મી મેના દિવસે સરકાર બની ગયા બાદ એક અલગથી જળ મંત્રાલયની રચના કરવામાં આવશે. મોદીએ પોતાની યોજનાઓની માહિતી આપી. એમ પણ કહ્યું હતું કે અમારી સરકાર દરેક વર્ગના લોકોને ધ્યાનમાં લઈને વિકાસની યોજના બનાવી રહી છે. સબકા સાથ સબકા વિકાસ ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબ્દુલ કલામનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે અમે તેમના આદર્શોને ધ્યાનમાં લઈને તેમના સપનાઓને પૂર્ણ કરવા માટે આગળ વધી રહ્યા છીએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.