પત્નીને પિયર લઈ જવાનું કહી નીકળ્યો પતિ, રસ્તામાં આપ્યું પીડાદાયક મોત- સાસુને આપ્યો ભયાનક જવાબ

સુરક્ષાની મર્ડર મિસ્ટ્રીમાં આરોપી દીપક અને સુમિતે આશ્ચર્યજનક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું છે કે, રાજૂ મલિકે તેની પત્નીને પિયર લઈ જવાની લાલચ આપીને ઘરેથી લઈ ગયો હતો. સુરક્ષા તેના પિયર જવા માગતી હતી પરંતુ તેની પાસે ભાડાંના પૈસા નહોતાં. રાજૂએ એને ક્યાંકથી પૈસા મળવાના છે તેવી વાત કરીને રોહતક વાળી બસમાં બેસાડી હતી. આરોપીએ બડી પાસે લોખંડના સળીયાથી સુરક્ષાની હત્યા કરીને તેની લાશ સળગાવી દીધી હતી.
 
સુરક્ષાના પિતા રવિ રાણાએ કહ્યું કે, જ્યારે અમે રાજૂને પૂછ્યું કે દીકરી સુરક્ષા કેમ નથી આવી, ત્યારે તેણે અમને જવાબ આપ્યો કે, તમારી દીકરીને પાણીમાં વહાવી દીધી. હત્યારો રાજૂ મલિક હાલ ફરાર છે. સોનીપત સીઆઈએ પ્રભારી ઈંદીવરે જણાવ્યું કે, કાંરિદે દીપક અને સુમિતને શનિવારે કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના પોલીસ રિમાંડ માંગવામાં આવ્યા છે. તેમની પાસેથી સળિયા અને લોખંડની પાઈપ મળી આવી છે. સીઆઈએએ સુરક્ષાનું શનિવારે ખાનપુર મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ કરાવીને ડીએનએ સેમ્પલ લઈ લીધા છે. તે એફએસએલને મોકલવામાં આવ્યા છે. મૃતદેહનો કબજો મહિલાના પિતાને આપવામાં આવ્યો છે. રોહતકમાં જ મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 
સુરક્ષાનો દીકરો તેની દાદી પાસે છે. મા ન દેખાતી હોવાથી છોકરો વારંવાર રડી રહ્યો છે. પિતા રવિ રાણાએ જણાવ્યું કે, મારી દીકરી કોઈ પણ રીતે છોકરાને લઈને સોનીપતથી અહીં આવવા માગતી હતી પરંતુ તેની પાસે ભાડાંના પણ પૈસા નહોતા. મેં એને કહ્યું હતું કે, ગમે તે રીતે પણ આવી જા, પરંતુ આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે ઘરેથી નીકળશે તો તે એના દીકરાને રસ્તા ઉપર પટકી પટકીને મારી દેશે. તે ડરથી મારી દીકરી ઘરની બહાર પણ નહતી નીકળતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.