અમદાવાદ-ઉદયપુર ટ્રેન હમણાં શરૂ નહીં થાય : આચારસંહિતાનું ગ્રહણ લાગ્યું

 
 
 
 
 
                    અમદાવાદ - ઉદયપુર વચ્ચે ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યુ હોવાને કારણે અંદાજે બે વર્ષથી અમદાવાદ - ઉદયપુર વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ હોવાને કારણે સાબરકાંઠા જિલ્લાની પ્રજાને અમદાવાદ અને રાજસ્થાન તરફ જવા માટે રોડ પર દોડતા અન્ય વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે જાકે થોડા મહીના અગાઉ સાબરકાંઠા સાંસદે અમદાવાદ - ઉદયપુર ટ્રેન માર્ચના અંત સુધીમાં શરૂ થઈ જશે તેવો દાવો કર્યો હતો. પરંતુ લોકસભાની ચુંટણી જાહેર થતાં વિકાસકામો અને લોકાર્પણના કામો પણ આચારસહિંતા લાગી ગઈ છે જેથી અમદાવાદ ઉદયપુર વચ્ચે દોડનારી ટ્રેનો મે મહીના પછી ચાલુ થાય તેવી Âસ્થતિ હાલના તબક્કે દેખાઈ રહી છે.
આ અંગે રેલ્વે તંત્રના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી અમદાવાદ - ઉદયપુર વચ્ચે ગેજ રૂપાંતરનું કામ ચાલી રહ્યુ છે ત્યારે ટ્રેન વ્યવહાર સદંતર બંધ રખાયો છે જાકે ટ્રેન વ્યવહાર બંધ થયા બાદ અનેક નવા રેલ્વે સ્ટેશનો, નાના ગરનાળા તથા ખુલ્લા ફાટકો બંધ કરવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે જેના ભાગરૂપે હિંમતનગરમાં બે ખુલ્લા રેલ્વે ફાટક બંધ કરવાનો  નિર્ણય લેવાઈ ચુક્યો છે જાકે ગોકુલનગર રેલ્વે ફાટક પર અત્યારે કોઈ જ કામગીરી કરાઈ નથી તેથી એવુ લાગે છે કે અહી પણ રેલ્વે અંડરબ્રિજ બને તેવી શક્યતા છે કારણ કે રેલ્વે મંત્રાલયે ભુતકાળમાં થયેલી રેલ દુર્ઘટનાઓ ખુલ્લા ફાટકો નજીક બની હતી. જેથી આવા ખુલ્લા ફાટકો બંધ કરવાનું નક્કી કરાયુ હોવાથી ગોકુલનગર રેલ્વે ફાટક પર અંડરબ્રિજ બને તેમ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. 
થોડા મહિના અગાઉ સાબરકાંઠાના સાંસદે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે હિંમતનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ એવો દાવો કર્યો હતો કે અમદાવાદ - ઉદયપુર વચ્ચે માર્ચના અંત સુધીમાં ટ્રેન વ્યવહાર શરૂ થઈ જશે પરંતુ હકીકતમાં રેલ્વે તંત્ર દ્વારા નવા પાટા નંખાયા બાદ તેનું પીચીંગનું કામ બાકી હોવાથી અજમાયશી ધોરણે ટ્રેકનું ચેકીંગ કરવા માટે ટ્રેન દોડાવી શકાય તેમ નથી જેથી હજુ સાબરકાંઠાની પ્રજાને ઓછામા ઓછા બે મહિનાથી વધુ રાહ જાવી પડશે દરમિયાન લોકસભાની ચુંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ આચારસહિંતા અમલી બની ગઈ હોવાની આગામી તા.ર૩ મે સુધી આ ટ્રેન ચાલુ કરવા માટે રાજકીય કાર્યક્રમ થઈ શકે તેમ નથી. 
આ અંગે રેલ્વે પીઆરીઓ પ્રદિપ શર્માએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ - ઉદયપુર વચ્ચે જ્યા સુધી લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તથા આચારસહિંતાનો ભંગ ન થાય તે માટે ટ્રેન શરૂ થઈ શકે તેમ નથી છતાં રેલ્વે મંત્રાલય દ્વારા ચાલી રહેલા કામો ખુબજ પ્રગતિમાં છે તથા રેલ્વેના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા રોજબરોજ કામની સમિક્ષા કરી રહ્યા છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.