મહેસાણા નગરપાલિકાએ સેકન્ડ હેન્ડ ચાર્ટર્ડ પ્લેન વેચવા કાઢયા

મહેસાણા એરોડ્રોમને ભાડે રાખનારી ત્રિપલ-એ કંપનીનો વેરો વસુલવા મહેસાણા નગરપાલિકાએ કંપનીની પ્રોપર્ટીની હરાજી કરવાનું નક્કી કર્યુ છે. જેમાં ચાર્ટડ પ્લેન પણ છે
 
મહેસાણા નગરપાલિકાએ વેરો વસુલવા લાલ આંખ કરી છે. ત્રિપલ-એ નામની કંપનીએ મહેસાણામાં એરોડ્રોમ ભાડે રાખ્યુ હતું. કંપનીએ વિદ્યાર્થીઓને પાયલટ બનાવવાની ટ્રેનિંગ આપવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ મોટો પ્રોજેકટ શરૂ કરનારી આ ત્રિપલ-એ કંપનીને પોતાને જ ટેક્સ ભરવાના ફાંફા પડી ગયા છે. ત્રિપલ-એ કંપનીને પાલિકાને ચૂકવવાનો રૂ. પાંચ કરોડથી વધુનો વેરો બાકી છે. આથી પાલિકાએ ત્રણ ચાર્ટર્ડ પ્લેન સહિત બસ અને ઓફિસને સીલ માર્યું છે.
 
મહેસાણા પાલિકાએ એક એજન્સીની નિમણુંક કરી છે..જે આ તમામ પ્રોપર્ટીની વેલ્યુએશનની કામગીરી શરૂ કરી છે. તમામનું વેલ્યુએશન કરીને હરાજીની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા દસ દિવસમાં પૂરી થશે એવો પાલિકાનો અંદાજ છે.
 
મહેસાણા પાલિકા મ્યુનિસિપલ એક્ટ મુજબ કાયદાકીય પ્રક્રિયાથી તમામ મિલ્કતની હરાજી કરશે. જેમાં ઓફીસ બસ સહીત ત્રણ પ્લેનનો પણ સમાવેશ થાય છે. આ દેશનો પ્રથમ વખત કહી શકાય તેવો કીસ્સો છે જેમાં નગરપાલિકા દ્વારા ચાર્ટડ પ્લેનની જાહેર હરાજી કરવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.