રૂદરડી ગામની સીમ અને જાદર ખાતે થયેલ લુંટ સાથે ખુનના વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પોલીસ

 
 
 
 
                     તા. ૧૯/૯/૨૦૧૮ ના રોજ સવારના ૮/૩૦ ના સમયે મોજે રૂદરડી ગામની સીમમાં એક અજાણ્યા પુરૂષ ઉ.વ. ૨૨ થી ૨૫ ના આશરાના ઇસમની લાશ મળી આવેલ જે અર્થે  જાદર પો.સ્ટે. ખાતે અ.મોત નંબર ૨૧/૨૦૧૮ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ તપાસ હાથ ઘરવામાં આવેલ અને તપાસ દરમ્યાન મરણ જનાર વદેસંગ ચીમનભાઇ ઉંધીયાભાઇ નાયકા રહે.કેશરપુરા તા. ઇડર મુળ રહે.  શીરાજપુરા તા.હાલોલ જી. પંચમહાલ નો હોવાનુ જણાઇ આવે તથા આ વદેસંગનુ કોઇ અજાણ્યા ઇસમોએ ગળુ દબાવી હત્યા કરેલ હોય તેવુ જણાઇ આવેલ જેથી આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અધિક્ષકસાબરકાંઠા, ચૈતન્ય રવિન્દ્ર મંડલિકે તાત્કાલીક ગુન્હો દાખલ કરવા સુચના આપતા જાદર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૨/૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૨ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ઉપરોક્ત ગુન્હો લુંટ વીથ મર્ડરનો હોય જેને ઉકેલવા અર્થે પોલીસ અધિક્ષકે, એલી.સી.બી. પો.ઇન્સ વી.આર. ચાવડા નાઓના માર્ગદર્શન હેઠળ એક સ્પેશ્યલ ટીમ બનાવવા સુચના કરેલ જે ટીમમાં પો.સ.ઇ. વી.યુ. ગડરીયા તથા એ.એસ. આઇ. વિષ્ણુભાઇ, અ.હેડ. કોન્સ. રજુસિંહ, અ.પો.કો પ્રહર્ષ કુમાર, આ.પો.કો સનત કુમાર, આ.પો.કો ભાવેશ કુમાર, નાઓ વણશોધાયેલ ગુન્હો ઉકેલવા પ્રયત્નશીલ થયેલ દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમી હકીકત આધારે એ.એસ.આઇ. વિષ્નુભાઇ અમરાજી તથા પો.કોન્સ પ્રહર્ષકુમાર કનુભાઇ થી જાણવા મળેલ કે, આ વદેસંગનુ મૃત્યુ નિપજાવનાર રાજુભાઇ અરજણ ભાઇ બુબડીયા રહે. લાલાબાપુના કુવા ઉપર, સદાતપુરા તા.ઇડર જી. સાબરકાંઠા મુળ રહે. મહાડી તા.કોટડા છાવણી જી. ઉદેપુર (રાજસ્થાન) તથા લક્ષમણ ઉર્ફે લખો સન/ઓફ ધુળાભાઇ અકમાભાઇ બેગડીયા રહે. મુકેશભાઇ જ્યંતિભાઇ પટેલના કુવા ઉપર, સદાતપુર તા. ઇડર જી. સાબરકાંઠા મુળ રહે. ખરગઢ (જાડીસીંબલ) તા. ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા નાઓ છે. અને જેઓ બંને હાલ દરામલી ત્રણ રસ્તા ખાતે આવનાર છે જેથી ઉપરોક્ત ટીમ સાથે પો.સ.ઇ. વી.યુ. ગડરીયા નાઓએ ઉપરોક્ત બંને આરોપીઓને ઝડપી પાડેલ અને આરોપીઓએ વદેસંગ નુ ખુન કર્યા બાદ તેનો મોબાઇલ લુંટી લીધેલ હોઇ જે મોબાઇલ આરોપીના કબજામાંથી રીકવર કરેલ અને પુછપરછ કરતાં બંને જણાઓએ મરણજનાર વદેસંગ ને પોતાની પાસેના મોટા રૂમાલથી ગળે ટુંપો દઇ તેનુ મૃત્યુ નિપજાવી તેનો મોબાઇલ ની લુંટ કરી નાસી ગયેલ હોવાની કબુલાત કરેલ જેથી ઉપરોક્ત બંને આરોપીઓને અટક કરી જાદર પો.સ્ટે. સોપવામાં આવેલ છે. અને આગળની તપાસ પો.સી.ઇ.જાદર પો.સ્ટે. કરી રહેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.