હવે રાંધણગેસ મોંઘો થયો : સબસિડી વગરના સિલેન્ડરના 59 રૂપિયા અને સબસિડીવાળામાં 2.89 રૂપિયાનો વધારો

નવી દિલ્હી :પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારા બાદ સીએનજીમાં પણ વધારો થયો છે.અને હવે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કરાયો છે. આ સિવાય જેટ ફ્યુઅલ (એટીએફ)ના ડોમેસ્ટિક દરમાં 2650 રૂપિયા પ્રતિ કિલોમીટરના વધારાથી હવાઈ મુસાફરી માટે પણ ખિસ્સા હળવા કરવા પડશે નવી કિંમતો આજે મધરાતથી જ લાગુ કરાશે.  સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયા વધી 502.4 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડર 59 રૂપિયા મોંઘુ થયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.