પાકિસ્તાન બોર્ડરથી માત્ર ૧૩ કિમી દૂર વાવના “માળાબેટ”ના ૧પ ઠાકોર પરિવારો સુવિધાઓથી વંચિત

 વાવ : આંતરરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા વાવ તાલુકાના કસ્ટમરોડ પર વાવથી ર૦ કિ.મી.ના અંતરે રાછેણા ગામ અવેલું છે. રાછેણા ગામથી અંદાજે પ કિ.મીના અંતરે રણ વિસ્તારમાં “માળાબેટ” આવેલો છે. અહીંથી  પાકિસ્તાન બોર્ડર માત્ર ૧૩ કિ.મી.નું અંતર ધરાવે છે. આ માળાબેટ વિસ્તારમાં અંદાજે ૧પ વર્ષથી ૧પ ઠાકોર જ્ઞાતિના પરિવારો વસવાટ કરી રહ્યા છે. જેમણે પાણી શિક્ષણ, આરોગ્ય, એસ.ટી. આવાસ યોજના જેવી તમામ સુવિધાઓથી વંચિત છે. આ મુદ્દે અમારા વાવના પ્રતિનિધિએ રાછેણા ગામના યુવા કાર્યકર રમેશભાઈ પરમાર સાથે આ ૧પ ઠાકોર પરિવારની રૂબરૂ મુલાકાત લઈ સાચી પરિÂસ્થતિનો ચિતાર મેળવ્યો હતો. ત્યારે વરવું સત્ય બહાર આવ્યું હતું. જાકે આ વાવ વિસ્તારના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના સમાજના પરિવારોની વ્હારે આવી શિક્ષણ, પાણી આરોગ્ય, એસ.ટી. આવાસ જેવી યોજના મુદ્દે યોગ્ય ન્યાય અપાવે  તે જરૂરી છે. હાલની પરિÂસ્થતિ  જાતા ઉનાળાની કાળઝાળ ૪૭ ડીગ્રી ગરમીમાં આ ૧પ ઠાકોરના અંદાજે ૬૦ થી વધુ લોકો પાણી, આરોગ્ય, શિક્ષણ આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વલખાં મારી રહ્યા છે.જાકે આ વાવ વિસ્તારના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના સમાજના પરિવારોની વ્હારે આવી શિક્ષણ, પાણી આરોગ્ય, એસ.ટી. આવાસ જેવી યોજના મુદ્દે યોગ્ય ન્યાય અપાવે  તે જરૂરી છે. હાલની પરિÂસ્થતિ જાતા ઉનાળાની કાળઝાળ ૪૭ ડીગ્રી ગરમીમાં આ ૧પ ઠાકોરના અંદાજે ૬૦ થી વધુ લોકો પાણી, આરોગ્ય, શિક્ષણ આવાસ જેવી પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વલખાં મારી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.