ભીલડી નજીક ટ્રેઈલર પાછળ ટ્રેઈલર ધુસી જતાં એકનું મોત

ભીલડી : ભીલડી હાઈવે ઉપર આવેલી હોટલ પાસે કોલસી ભરીને ઉભેલા ટ્રેઈલરને પાછળથી પુરઝડપે આવતા ટ્રેઈલરે ધડાકાભેર ટક્કર મારતા રાજસ્થાની ટ્રેઈલર ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે ક્લીનર ઘવાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
કંડલાથી રાજસ્થાન તરફ જઈ રહેલ. ટ્રેઈલરને એચ.આર.૬૭.સી.૩૧પ૮ ના ડ્રાઈવર ઓમપ્રકાશ ગુર્જર (ઉ.વ.ર૩ રહે.અજમેર જી.અજમેર રાજસ્થાન)એ ભીલડી હોટલ શીલશીલા પાસે કોલસી ભરેલી ઉભા ટ્રેઈલર (નં.આર.જે.ર૭.જી.સી.પ૭પપ) ને પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં ડ્રાયવર ઓમપ્રકાશ ગુર્જરનું ઘટના સથળે જ કરૂણ મોત નિપજ્યુ હતું. જ્યારે ડ્રાઈવર કેબીનમાં ઉંઘેલા ક્લીનર અદામભાઈ મેરાતને ઈજાઓ થતાં તેને ૧૦૮ દ્વારા ડીસા સીવીલમાં ખસેડવામાં આવ્યો હતો.  અકસ્માતની જાણ થતાં ભીલડી પોલીસ અને હાઈવે ઓર્થોરીટી સત્તાધીશો દ્વારા મૃતકની લાશનું પી.એમ. કરવા માટે ભીલડી સી.એચ.સી.માં મોકલી આપી હતી. વધુ તપાસ ભીલડી ટાઉન હેડકોન્સટેબલ ગૌતમભાઈ ચલાવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.