બનાસકાંઠામાં ૩૨૯ શતાયુ મતદારો મતાધિકારના ઉપયોગ માટે ઉત્સુક

સરહદી બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની મતદાન તારીખ હવે નજીક આવતી જાય છે. જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યકમો યોજવામાં આવી રહ્યા છે. મતદાતાઓ પણ ચૂંટણીને લઇ ભારે ઉત્સુકતા છે. જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં ૩૨૯ શતાયુ મતદારો પોતાનો મતાધિકાર નિભાવશે.
બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારીઓ આરંભી છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યકમો યોજવામાં આવી રહ્યા છે. મતદાતાઓ પણ ચૂંટણીને લઇ ભારે ઉત્સુકતા છે. જેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સતાયુ ૩૨૯ વડીલો પોતાનો મતાધિકાર નિભાવશે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અન્?વયે બનાસકાંઠા જિલ્?લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા ઓફીસમાંથી મેળલ વિગત પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦(એકસો) વર્ષથી વધુ વય ધરાવતા એટલે કે સેન્ચુરી પુરી કરનાર મતદાતાઓની સંખ્યા ૩૨૯ છે. જયારે ૯૦ વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓની સંખ્યા ૩૯૦૯ છે. 
 
અ.નં. વિ.સભા      ૯૦-૯૯ વર્ષ      ૧૦૦ વર્ષ 
(૧) ૭-વાવ ૪૪૩               ૩૫
(૨) ૮-થરાદ              ૨૮૫               ૧૮
(૩) ૯-ધાનેરા            ૪૯૯               ૪૨
(૪) ૧૦-દાંતા          ૪૨૨              ૩૮
(૫) ૧૧-વડગામ        ૩૬૯            ૨૨
(૬) ૧૨-પાલનપુર       ૪૪૬          ૩૩
(૭) ૧૩-ડીસા              ૫૯૧            ૫૦
(૮) ૧૪-દિયોદર        ૩૮૨            ૪૬
(૯) ૧૫-કાંકરેજ            ૪૭૨          ૪૫
કુલ                            ૩,૯૦૯           ૩૨૯
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.