પાટણ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

  પાટણ ખાતે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
 
પાટણ
પાટણ કલેકટર કચેરી સ્વર્ણિમ કોમ્યુનીટી હોલ ખાતે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦૧૯ અંતર્ગત પ્રેસ કોન્ફોરન્સ યોજાઇ. 
આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦૧૯ હાથ ધરવામાં આવેલ છે. મતદાર યાદીના સંકલીત મુસદ્દાની પ્રસિધ્ધી તા.૦૧/૦૯/ ૧૮ ના રોજ કરવામાં આવી છે. જેમાં હક્કદાવા અને વાંધા સૂચનો રજૂ કરવા તા.૦૧/૦૯/૧૮ થી ૧૫/૧૦/૧૮ સુધીના સમય ગાળામાં કરી શકાશે. નિયોજીત સ્થળોએ હક્કદાવા અને વાંધા અરજીઓ સ્વીકારવા માટે ખાસ ઝુંબેશ તા.૧૬/૦૯/૧૮ રવિવાર, તા.૩૦/૦૯/૧૮ રવિવાર અને તા.૧૪/૧૦/૧૮ રવિવાર નક્કી કરવામાં આવેલ છે. રજુ કરેલ હક્કદાવા અને વાંધાઓના નિકાલ કરવાની તા.૩૦/૧૧/૧૮ રહેશે. તેમજ ડેટાબેઝ અદ્યતન તૈયાર કરી પુરવણી યાદીઓ તૈયાર કરવાની તથા છાપકામ કરવાની છેલ્લી તા.૦૩/૦૧/ ૨૦૧૯ રહેશે. અંતમાં ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી તા.૦૪/૦૧/ ૨૦૧૯શુક્રવારના રોજ રહેશે. જે પ્રસિધ્ધી યાદી સી.ઇ.ઓ. વેબસાઇટ ુ.ર્ષ્ઠી. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તv. ૈહ પર મતદાર યાદીમાં નામ છે કેકેમ તે જોઇ શકાશે. કચેરીના દિવસોએ કચેરી સમય દરમ્યાન હેલ્પલાઇન નં.૧૯૫૦ ઉપર જાણી શકાશે.  મતદાર યાદીમાં પ્રથમ વખતે નામ નોંધાવવા ફોર્મ નં.-૬, કોઇ મતદારનું અવસાન થવાથી, પોતાનું નામ કમી કરવા માટે કે મતદાર યાદીમાંના કોઇ મતદારના નામ સામે વાંધો લેવા માટે ફોર્મ નં.-૭, મતદાર યાદીમાંના મતદારના ફોટો, નામ કે અન્ય કોઇ વિગતમાં ભૂલ હોય તો તેમા સુધારો કરવા ફોર્મ નં.-૮, મતદાર વિભાગના એક ભાગમાંથી અન્ય ભાગમાં નામ તબદીલ કરવા, સરનામામાં ફેરફાર કરાવવા માટે ફોર્મ નં.-૮ (ક) રહેશે.  આ કાર્યક્રમમાં પાટણ પ્રાંત અધિકારી ડી.બી. ટાંક, મામલતદાર અશોક સેરશીયા, નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી સી.એમ.પટેલ, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રેસ પત્રકારો, ઇલેકટ્રોનીક્સ મીડીયાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.